ધારીના જીરા ડાભાળી ગામે પાલો ભરેલું આઇસર ખાલી કરવા મુદ્દે બે પક્ષોમાં જામી હતી. આ અંગે બટુકભાઈ રત્નાભાઈ શેલાણા (ઉ.વ.૬૮)એ મહેશભાઇ મગનભાઇ આલ, રમણીકભાઇ રત્નાભાઇ આલ, બાબુભાઇ સંગાભાઇ આલ, સાગરભાઇ નગાભાઇ આલ તથા વિશાલભાઇ રમણીકભાઇ આલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આ કામના આરોપીઓનુ પાલો ભરેલ આઇસર વાહન ખાલી કરવા બાબતે મનદુઃખ થતાં એકબીજાએ બોલાચાલી કરી ગાળો આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ રમણીકભાઇ રત્નાભાઇ આલ (ઉ.વ.૪૫)એ સાંગાભાઇ રત્નાભાઇ શેલાણા, મહેશભાઇ બટુકભાઇ શેલાણા, ટીણાભાઇ બટુકભાઇ શેલાણા તથા ભવાનભાઇ ગોગનભાઇ શેલાણા સામે પાલો ભરેલું વાહન ખાલી કરવા મુદ્દે મુંઢ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.એસ.પોપટ વધુ તપાસ કરી રહ્યા છે.