જાફરાબાદની ડાંડિયા મિડલ સ્કૂલના આચાર્ય ભીખુભાઇ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજી તેમનું સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પારેખ મહેતા હાઇસ્કૂલ તેમજ ડાંડિયા મિડલ સ્કૂલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.