ધારીના ડાંગાવદર ગામે બે સગાભાઈઓમાં ચૂલો તૂટી જવા મુદ્દે માથાકૂટ થઈ હતી. બનાવ અંગે મહેન્દ્રભાઈ રામજીભાઈ ચાવડા (ઉ.વ.૩૦)એ સંજયભાઈ રામજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને ચૂલો મળતો નહોતો, આ દરમિયાન ચૂલો ફરજા પાસે જોઈ ગયા હતા.
જે ચૂલો ઉંચકવા જતા ભાંગી ગયો હતો અને થોડીવાર થતા તેનો નાનો ભાઈ આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તે મારો ચૂલો કેમ ભાંગી નાખ્યો. જેથી તેમણે કહ્યું કે આ ચૂલો મારો છે જેથી નાના ભાઈએ વધુ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ લાભુબેન રામજીભાઈ ચાવડા (ઉ.વ.૫૦)એ મહેન્દ્રભાઈ રામજીભાઈ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ચૂલો આરોપીએ ભાંગી નાખ્યો હતો. જેથી ઠપકો આપવા જતાં જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી અને કુહાડીની મુંધરાટીથી મુંઢ ઈજા કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનુભાઈ આર. માંગાણી વધુ તપાસ કરી રહ્યા છે.