ડાંગાવદર ગામે રહેતો એક યુવક ઘરેથી ચાલી નીકળ્યો હતો. ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. લાભુબેન રામજીભાઈ ચાવડા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર સંજયભાઈ રામજીભાઈ ચાવડા (ઉ.વ.૨૮) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનુભાઈ માંગાણી વધુ તપાસ કરી રહ્યા છે.