(એ.આર.એલ),મુંબઇ,તા.૧૭
મહારાષ્ટÙ વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરે પરિવારના અન્ય એક સભ્ય ચૂંટણીના રાજકારણમાં ઉતરી શકે છે. રાજગઢમાં મહારાષ્ટ નવનિર્માણ સેનાના નેતાઓની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ બેઠકમાં ના ઘણા નેતાઓએ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ચૂંટણી લડવાની માંગ કરી હતી. માનવામાં આવે છે કે પાર્ટીના નેતાઓની માંગને ધ્યાનમાં લઈને અમિત ઠાકરે પણ સંમત થયા છે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટીના વડા રાજ ઠાકરે પર જ છોડવામાં આવ્યો છે.
શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય, ચૂંટણીના રાજકારણમાં પ્રવેશનાર પ્રથમ વ્યÂક્ત હતા અને વરલી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જાકે ઉદ્ધવ ઠાકરે પોતે મહારાષ્ટÙના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ તેમણે ક્યારેય ચૂંટણી લડી નથી, તેઓ વિધાન પરિષદના સભ્ય છે.પાર્ટીના નેતાઓએ આમાંથી એક બેઠક પરથી ચૂંટણી લડવાની માંગ કરી હતી બેઠકમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ કહ્યું કે તેઓએ અમિત ઠાકરેને મુંબઈની માહિમ, ભાંડુપ અથવા મગાથાણે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડવાની માંગ કરી હતી. તેના પર અમિતે કહ્યું કે હું કોઈપણ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છું. હવે અમિત ઠાકરે ચૂંટણી લડવા અંગે અંતિમ નિર્ણય રાજ ઠાકરે લેશે. એમએનએસ મહારાષ્ટÙ અને મુંબઈમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે.ઠાકરે પરિવારના ઘણા સભ્યો હવે રાજકારણમાં સક્રિય છે, પરંતુ અત્યાર સુધી માત્ર આદિત્ય ઠાકરે જ સીધી ચૂંટણી લડ્યા છે. તેઓ ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં વરલી મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. આ પછી તેઓ અઢી વર્ષ મંત્રી રહ્યા. તેમના પછી અમિત ઠાકરે પણ વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે. અમિત ઠાકરે કયો મત વિસ્તાર પસંદ કરશે? આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કોઈપણ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.એમએનએસ નેતા રાજ ઠાકરેએ અત્યાર સુધીમાં ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં
બાલા નંદગાંવકર (શિવાડી), દિલીપ ધોત્રે (પંઢરપુર), રાજુ ઉંબારકર (લાતુર ગ્રામીણ-વિદર્ભ)નો સમાવેશ થાય છે. રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ ૨૦૦ થી ૨૨૫ સીટો પર ચૂંટણી લડશે. એમએનએસ તરફથી અન્ય ક્યા નેતાઓ ચૂંટણી લડશે તે પણ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. રવિવારે ફરી એકવાર એમએનએસની બેઠક મળશે, જેમાં નેતાઓ ચૂંટણી લડશે તે અંગે ચર્ચા કરવામાં આવશે.