રાજય સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે તલાટીમંત્રીનો આવકનો દાખલો માન્ય રાખવાનો આદેશ કર્યા બાદ કોઈ અરજદાર આ સેવાથી વંચિત ન રહે તે માટે દામનગરના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠનની ટીમ અને આગેવાનો દ્વારા
વૃધ્ધ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તલાટીમંત્રી ગોહિલના સહકારથી આવકના દાખલાનો કેમ્પ યોજાયો હતો. આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.