કર્ણાટકમાં કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ અંગે થયેલા વિરોધ પ્રદર્શનો અને અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કડક પ્રતિક્રિયા આપી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કોઈ પણ ટોળાને કાયદો પોતાના હાથમાં લેવાનો અને ફિલ્મ રિલીઝ પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો અધિકાર આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદાનું શાસન જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોર્ટે એમ પણ કહ્યું કે ફિલ્મ રિલીઝ થવી જ જાઈએ, અને થિયેટર માલિકોએ ડર ન રાખવો જાઈએ કે તેમના થિયેટરોમાં કોઈ હિંસા કે આગચંપી કરવામાં આવશે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે તે લોકોની ઇચ્છા પર આધાર રાખે છે કે તેઓ ફિલ્મ જુએ છે કે નહીં, પરંતુ સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત ફિલ્મ રિલીઝ થવી જ જાઈએ. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીને પણ પોતાની પાસે ટ્રાન્સફર કરી છે અને કર્ણાટક સરકારને ૧૮ જૂન સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી ૧૯ જૂને નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, કોર્ટે કમલ હાસનને ‘કર્ણાટકના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા’ બદલ માફી માંગવાનો નિર્દેશ આપવા બદલ હાઈકોર્ટને ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું, “કોઈ વ્યક્તિને જાહેરમાં માફી માંગવાનો આદેશ આપવો હાઈકોર્ટનું કામ નથી.”
ફિલ્મ નિર્માતાએ કોર્ટને કહ્યું કે તેઓ ફિલ્મ ચેમ્બર્સ ઓફ એસોસિએશન સાથે બેઠક કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ફિલ્મ રિલીઝ થઈ શકે. સુપ્રીમ કોર્ટે એ પણ ચિંતા વ્યક્ત કરી કે ફિલ્મ નિર્માતાને દબાણ અથવા ધમકીઓ આપીને સમાધાન કરવા માટે દબાણ કરી શકાય નહીં. જા કોઈ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળ્યું હોય, તો તે ફિલ્મ કાયદેસર રીતે રિલીઝ થવાને પાત્ર છે.
આ કેસમાં એડવોકેટ નવપ્રીત કૌરે જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને આવતીકાલ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, નિર્માતા દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિપીટિશન અરજીને પણ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે આ કેસની સુનાવણી ગુરુવારે થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે નિયમો અને કાયદા હેઠળ, જ્યારે કોઈ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, ત્યારે આવી ધમકીઓ અથવા દબાણને કારણે તેના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. નિયમો અને કાયદાઓના મહત્વ પર ભાર મૂકતા કોર્ટે કહ્યું કે આ કેસમાં ઝડપી સુનાવણી જરૂરી છે, તેથી તેને એક દિવસ પછી સૂચિબદ્ધ કરવામાં આવી છે.”
તમને જણાવી દઈએ કે કમલ હાસને ‘ઠગ લાઈફ’ના પ્રમોશન દરમિયાન ભાષા પર ટિપ્પણી કરી હતી. ૨૮ મેના રોજ ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે કન્નડનો જન્મ તમિલમાંથી થયો છે.