અમરેલીનો શખ્સ ટ્રેક્ટરના ૩ ચોરાઉ ટાયરો સાથે લીલીયા પોલીસના હાથે ઝડપાયો હતો. વાહન ચાલકે ચોરી કરેલ ટાયરો હોવાની કબુલાત આપી હતી. શહેરના જૈન દેરાસરની સામે ટાવર રોડ, જૂના કસ્બામાં રહેતા ઇમ્તિયાઝશા ઉર્ફે મુકો નનુશા પઠાણ નામનો શખ્સ ચોરાઉ ટાયરો સાથે ઝડપાયો હતો. અંટાળીયા ગામ તરફથી લીલીયા તરફ એક સફેદ કલરના બોલેરો પીકઅપ વાહનમાં ટ્રેક્ટરના ચોરાઉ ટાયરો ભરી આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે બોલેરો અટકાવી પૂછપરછ કરતા ટાયરો ક્રાંકચ ગામેથી ચોરી કરેલા હોવાનું જણાવતા લીલીયા પોલીસમાં નોંધાયેલ ગુનો ડિટેક્ટ થયો હતો. પોલીસે ટાયરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.