સાવરકંડલામાં ઠવી ચોકડીથી વીરડી ગામ વચ્ચે એક પુરુષને ઉભો રાખી આ નાળની લીંડીયું નથી અહીંથી જતો રહે કહી ધમકી આપી હતી. બનાવ સંદર્ભે જગાભાઈ લાખાભાઈ બહજા (ઉ.વ.૫૫)એ શેલણા ગામના મીતરાજભાઈ સામતભાઈ લુણસર સામે ફરિયાદ નોંધાવી હતી. બપોરના એક વાગ્યાની આસપાસ જગાભાઈ બહજા, તેમના મિત્ર હરીભાઈ કરશનભાઈ બગડા અને મહેશભાઈ લાખાભાઈ વરમોરા સાથે મોટરસાયકલ પર શેલણાથી નાળ ગામ તરફ જમીને પરત આવી રહ્યા હતા. તેઓ ઠવી ચોકડીથી વીરડી ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે સામેથી મીતરાજભાઈ લુણસર ટ્રેક્ટર લઈને આવી રહ્યા હતા. જગાભાઈએ હાથ ઊંચો કરીને ટ્રેક્ટર વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા મીતરાજને સારું નહોતું લાગ્યું. જેથી મીતરાજે ટ્રેક્ટર ઊભું રાખી જગાભાઈ અને હરીભાઈને બોલાવ્યા. તેમણે પૂછ્યું કે “કયા ગામના છો?” જવાબમાં જગાભાઈએ કહ્યું કે “અમે નાળ ગામના છીએ.” આ સાંભળીને મીતરાજે “આ નાળની લીંડીયુ નથી, અહીંથી જતા રહો.”તેમ કહી ગાળો બોલી ધમકી આપી હતી. તેમજ “અહીંથી જતા રહો, નહીતર તારા માથે ટ્રેક્ટર ચડાવી દઈશ તો તું મારું શું કરી લઈશ? અને જો બીજીવાર આવી રીતે મને ઊભો રાખ્યો તો જીવતો નહીં રહેવા દઉં” તેવી ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.આમ, ટ્રેકટર ચાલકને ટ્રેકટર સરખુ ચલાવવાનું કહેતા મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.