જેમ ફાવે તેમ ગાળો પણ આપી
લાઠી પીજીવીસીએલ ઓફિસમાં હાજર કર્મચારીને ગાળો આપી ટ્રાન્સફોર્મર તાત્કાલિક શરૂ નહીં કરો તો બહાર નીકળો એટલે જોઈ લઈશ તેમ ધમકી આપી હતી. બનાવ અંગે પીષુયભાઈ શાંતીલાલ માથુકીયા (ઉ.વ.૨૭)એ અરવિંદભાઈ વશરામભાઈ રાણપરીયા તથા કનુભાઈ રવજીભાઈ ગેલાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ચાવંડ ગામના નવા ટ્રાન્ફોર્મરમાં ચાર્જ વધારા માટે આરોપીઓ તથા અન્ય ૧૦ થી ૧૨ અરજદારો પીજીવીસીએલ ઓફિસે આવ્યા હતા. આ સમયે હાજર કર્મચારીઓએ તેમને સોમવાર સુધીમાં તમારું કામ થઈ જશે તેમ કહ્યું હતું. જેથી તેમને સારું નહીં લાગતા જેમ ફાવે તેમ ગાળો આપી, ટ્રાન્સફોર્મર તાત્કાલિક શરૂ નહીં કરો તો બહાર નીકળશો એટલે જોઈ લઈશ તેમ ધમકી આપી ફરજ બજાવતાં રોક્યા હતા અને જાનથી મારી નાખીશ તેવી પણ ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.પી. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.