અમેરિકામાં મિડટર્મ ચૂંટણી માટે ગરમા-ગરમી ચાલી રહી છે. રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી પોત-પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે. રિપબ્લિકન પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પકડ ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે. રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના ઉમેદવાર ટ્રમ્પની રાષ્ટ્રવાદ થિયરીના સમર્થક છે. ટ્રમ્પની થિયરી કટ્ટર રાષ્ટ્રવાદ અને ૨૦૨૦ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગેરરીતિને માને છે અને બાઈડેનના ચુંટાવાને મોટું જુઠ્ઠાંણુ ગણાવે છે.
ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ સમર્થકોએ આ થિયરી હેઠળ જ કેપિટલ હિંસા કરી હતી. પેનસિલવેનિયા અને ઉત્તર કેરોલિનામાં રિપબ્લિકન પાર્ટીની પ્રાઈમરીમાં ટ્રમ્પ સમર્થકોએ જીત મેળવી છે. ખરેખર અમેરિકામાં ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવારી મેળવવા ઉમેદવારોએ પોતાની પાર્ટીમાં ચૂંટણી જીતવી પડે છે. પાર્ટી સમર્થક તેમને વોટ આપે છે અને પછી તે ઉમેદવાર પછીથી સામાન્ય પ્રજો વચ્ચે ઉતરે છે. ટ્રમ્પે હાલ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હજુ પોતાની ઉમેદવારોની સત્તાવાર જોહેરાત કરી નથી. પણ મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોના ટ્રમ્પ સમર્થક હોવાથી એ સ્પષ્ટ છે કે ટ્રમ્પ જ તેમની પાર્ટીના કિંગમેકર છે. તેમણે પાર્ટીમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. ટ્રમ્પે પાર્ટીની સાથે સાથે ચર્ચ પર પણ પ્રભાવ જમાવ્યો છે. અમેરિકાના અનેક ચર્ચની સન્ડે સર્વિસ દરમિયાન ટ્રમ્પના સમર્થનમાં કાયદેસરનું આહ્વાન કરાય છે.
આ દરમિયાન એક તપાસમાં સામે આવ્યું કે ૨૦૨૦ની ચૂંટણીમાં અમેરિકાના ૯ રાજ્યોમાં જીતેલી રિપબ્લિકન પાર્ટીના લગભગ ૪૪ ટકા સાંસદ ટ્રમ્પની રાષ્ટ્રવાદ થિયરીના સમર્થક છે. આ એ સાંસદો છે જેમણે ૨૦૨૦ની ચૂંટણીમાં બાઈડેનના ચુંટાવાને ગેરરીતિ ગણાવી હતી. તેમાં ૨૩ ટકા સાંસદોએ પરિણામમાં વિલંબનો હથકંડો પણ અપનાવ્યો હતો. તે હેઠળ તેમણે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સને પત્ર પણ લખ્યો હતો. ૧૧ ટકા સાંસદોએ મતદાનની ગણતરી માટે બીજો પર્યવેક્ષક મોકલવાની માગ કરી હતી. સાથે જ ૭ ટકા રિપબ્લિકન સાંસદ એવા પણ છે જેમણે બાઈડેનના ચુંટાવાને કોર્ટમાં પડકાર્યું હતું. ૨૦૨૦ની ચૂંટણીમાં એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, પેનસિલવેનિયા, વિસ્કોન્સિન, નેવાદા, ફ્લોરિડા એવા રાજ્ય છે જ્યાંથી સૌથી વધુ રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પને ૨૦૨૦ અને હવે મિડટર્મ પ્રાઇમરી માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
અમેરિકી કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ બાઈડેન તરફથી અનેક મહ¥વપૂર્ણ બિલ હજુ પેન્ડિંગ છે. તેમાં ટ્રિલિયન ડાલરનું બિલ્ડ બેક બેટર પેકેજ પણ છે. તે કોંગ્રેસમાં ડેમોક્રેટ્‌સની ઓછી સંખ્યાને કારણે અટક્યું છે. ગત ઓગસ્ટથી બાઇડેનનું પોપ્યુલર રેટિંગ પણ ૫૦ ટકાથી ઘટી ગયું છે. તેનું એક મોટું કારણ બાઈડેનના દીકરા હંટરનું ટેક્સ સ્કેન્ડલ છે.