ઉત્તર કોરિયાએ બુધવારે કહ્યું હતું કે સમુદ્રથી સપાટી પર પ્રહાર કરતી ક્રુઝ મિસાઈલનું તેનું તાજેતરનું પરીક્ષણ સફળ રહ્યું હતું. આને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાની વધતી જતી લશ્કરી ક્ષમતાઓના બીજા પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે મંગળવારે છોડવામાં આવેલી મિસાઈલો પશ્ચિમી પાણીમાં લક્ષ્યોને સચોટ રીતે પ્રહાર કરતા પહેલા બે કલાકથી વધુ સમય સુધી ઉડાન ભરી હતી. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ શસ્ત્રો દેશના પરમાણુ સશસત્ર દળોના કાર્યકારી વ્યાપને વધુ વિસ્તૃત કરશે.
દક્ષિણ કોરિયાના જાઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે સૈન્યને ઉત્તર કોરિયાની પરીક્ષણ તૈયારીઓ મળી છે, અને મંગળવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ મિસાઇલો છોડવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા દ્વારા કોઈપણ ઉશ્કેરણી સામે “અસરકારક બદલો” લેવા માટે સંયુક્ત રીતે તૈયાર છે.
ઉત્તર કોરિયાના શસ્ત્ર પરીક્ષણના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ વચ્ચે ગ્યોંગજુમાં બેઠકની તૈયારી ચાલી રહી છે, જ્યાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ બેઠકો યોજાઈ રહી છે. જાપાનથી દક્ષિણ કોરિયા જતા એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે ઉત્તર કોરિયાના પરીક્ષણોને ઓછા મહત્વ આપ્યું. તેમણે કહ્યું, “તેઓ (કિમ જાંગ ઉન) દાયકાઓથી મિસાઇલો ચલાવી રહ્યા છે.” ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે તેઓ હજુ પણ કિમને મળવા માંગે છે.
ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાએ પણ ટૂંકા અંતરની બેલિÂસ્ટક મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું, જે નવી હાઇપરસોનિક સિસ્ટમથી સજ્જ હોવાનું કહેવાય છે. દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે. જાકે, દક્ષિણ કોરિયાના અધિકારીઓએ કહ્યું છે કે ટ્રમ્પ-કિમ મુલાકાત અસંભવિત છે.








































