રિપબ્લિકન પાર્ટીના ભારતીય મૂળના નેતા નિક્કી હેલીએ કહ્યું છે કે અમેરિકાએ ભારત જેવા મજબૂત ભાગીદાર સાથે તેના સંબંધો બગાડવા જાઈએ નહીં અને ચીનને છૂટ આપવી જાઈએ નહીં. ટેરિફ અને રશિયન તેલની ખરીદી અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દિલ્હી પરના હુમલાઓ વચ્ચે તેણીએ આ વાત કહી.
નિક્કી હેલીએ ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું, “ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવું જાઈએ નહીં. પરંતુ ચીન, જે આપણા વિરોધી છે અને રશિયન અને ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર છે, તેને ૯૦ દિવસ માટે ટેરિફ રાહત આપવામાં આવી છે. ચીનને ડિસ્કાઉન્ટ ન આપો અને ભારત જેવા મજબૂત સાથી સાથેના તમારા સંબંધો બગાડો નહીં.”
દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર હેલી ટ્રમ્પના પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર હતા અને યુએસ વહીવટમાં કેબિનેટ સ્તરના પદ પર નિયુક્ત થનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા. હેલીએ ૨૦૨૪ ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી અને ગયા વર્ષે માર્ચમાં રેસમાંથી ખસી ગયા. હેલીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે ભારત સારો વેપારી ભાગીદાર નથી અને તે આગામી ૨૪ કલાકમાં ભારત પર ટેરિફમાં નોંધપાત્ર વધારો કરશે.
નિક્કી હેલી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોના પક્ષમાં રહી છે. તેમનું માનવું છે કે ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત જેવા લોકશાહી દેશો સાથે મજબૂત ભાગીદારી જરૂરી છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે સતત નિવેદનો આપ્યા છે. આ ઉપરાંત, ભારતે વારંવાર તેની ઊર્જા નીતિનો બચાવ કર્યો છે. ભારત કહે છે કે તે તેના રાષ્ટ્રીય હિત અને પોષણક્ષમ ભાવોને ધ્યાનમાં રાખીને તેલ ખરીદે છે.





































