પશ્ચિમ એશિયામાં આ દિવસોમાં તણાવ ચરમસીમા પર છે. શનિવારે વહેલી સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ધુમાડો જાવા મળ્યો હતો અને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. રોઇટર્સ અનુસાર, સાક્ષીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ ઇઝરાયેલી સૈન્યએ એક નવી ચેતવણી જારી કરીને વિસ્તારના રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાનું કહ્યું હતું. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના તુલકર્મ શહેરમાં શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ૧૬ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.
યુએસએ લેબનોન અને પ્રદેશમાં સંઘર્ષથી પ્રભાવિત વસ્તીને માનવતાવાદી સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, યુએસ નવી માનવતાવાદી સહાયમાં આશરે ઇં ૧૫૭ મિલિયન પ્રદાન કરશે. આ ભંડોળ આંતરિક રીતે વિસ્થાપિત વ્યÂક્તઓ, શરણાર્થીઓની વસ્તી અને લેબનોનમાં તેમને હોસ્ટ કરતા સમુદાયોની ચાલુ જરૂરિયાતોને સંબોધશે. આ ઉપરાંત, આ સહાય પડોશી સીરિયા ભાગી રહેલા નાગરિકોને પણ મદદ કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો હતો કે જેમી ડિમોને રાષ્ટÙપતિની ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપ્યું છે. જાકે, કંપનીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ડિમોને કોઈનો પક્ષ લીધો નથી. વાસ્તવમાં, ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ પર જેમી ડિમોનની એક તસવીર પોસ્ટ કરી હતી, જેની સાથે લખ્યું હતું કે ‘જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમોને રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પનું સમર્થન કર્યું છે.’
જા કે, બાદમાં જેપી મોર્ગનના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ડિમોને કોઈનો પક્ષ લીધો નથી. તે અહેવાલ ખોટો છે. નોંધનીય છે કે આ પહેલા ઓગસ્ટમાં પણ ટ્રમ્પે આવી જ ખોટી પોસ્ટ ફરીથી પોસ્ટ કરી હતી અને દાવો કર્યો હતો કે પ્રખ્યાત ગાયિકા ટેલર સ્વિફ્ટે તેમને સમર્થન આપ્યું હતું. જા કે, પાછળથી ટેલર સ્વિફ્ટે સ્પષ્ટપણે કહ્યું કે તેણીએ ટ્રમ્પને સમર્થન આપ્યું નથી અને તેના બદલે તેણીએ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપ્યું છે.