ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકાનાં અન્ય દેશો સાથે સબંધ કેવા રહેશે? તે મોટો પ્રશ્ન છે. પાડોશી રાજ્ય કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ટ્રમ્પનાં નિવેદન બાદ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા તરફથી ટૈરિફ લગાવવાની ધમકી પર પીએમ ટુડોએ કહ્યું છે કે કેનેડા આર્થિક નુકસાન ઉઠાવા તૈયાર છે. ટ્રમ્પનાં શપથ ગ્રહણ સમારોહ પહેલા ૬ જાન્યુઆરીએ પીએમ પદ પરથી રાજીનામું આપી ચૂકેલા ટુડોએ વાયદો કર્યો છે કે તેમનો દેશ ખૂબ જ મજબૂતાઈથી અમેરિકાને જવાબ આપશે.
ક્યુબેકનાં મોર્ટેબેલોમાં એક વિશેષ કેબિનેટ બેઠક દરમ્યાન ટુડોએ કહ્યું કે તે ટ્રમ્પનાં આ નિર્ણયથી નિશ્ચિત છે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ સાથે કામ કરતી વખતે તેમને ઘણી અનિશ્ચિતતાની આશાઓ હતી. ટુડોએ વધુમાં કહ્યું કે ટ્રમ્પ એક સારા વાટાધાટકાર છે અને તે તેમની વાટાઘાટોનાં ભાગીદારોનં સંતુલનથી દૂર રાખવા ગમે તે કરશે. તેમજ ટુડોએ સ્પષ્ટ કહ્યું હતું કે, વિદેશ નીતિના મામલામાં કેનેડા તેના હિતોનું રક્ષણ કરવા અને તેની સ્થિતિ અસરકારક રીતે રજૂ કરવામાં સક્ષમ છે. ટ્રમ્પને ટેરિફના નિર્ણયમાંથી પાછા ખેંવા માટે તે અમેરિકાને આર્થિક નુકસાન પહોંચાડવા પણ તૈયાર છે.
ટુડોએ વધુમાં જણાવ્યું હતું કે, કેનેડાનો મુખ્ય ઉદ્દેશ યુએસ ટેરિફને ટાળવાનું અને યુએસ સાથે સકારાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. તેમજ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કેનેડા ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકવાનું નથી.
ટ્રમ્પના નિવેદન છતાં કે તેઓ કેનેડા પાસેથી કંઈ નથી માંગતા, ટ‰ડોએ કહ્યું કે જા ટ્રમ્પ યુએસ અર્થતંત્રને વેગ આપવા માંગે છે, તો તેમને તેલની જરૂર છે, કેનેડિયન કુદરતી સંસાધનો જેમ કે લાટી, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રિટિકલ મિનરલ્સની જરૂર પડશે. જરૂર પડશે. ટ‰ડોએ કહ્યું કે કેનેડાને આનાથી કેટલાક લાભ મળશે.
ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ૧લી ફેબ્રુઆરીથી લાદવામાં આવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે આ જરૂરી છે કારણ કે આ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા આવી રહ્યા છે. એટલું જ નહીં, બ્રિકસ દેશોને ચેતવણી આપવામાં આવી છે કે જા તેઓ વેપાર માટે યુએસ ડાલરને અન્ય કોઈ ચલણ સાથે બદલશે તો આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે.