પાકિસ્તાન અને તેના પાડોશી અફઘાનિસ્તાન વચ્ચે સોમવારે ઇસ્તંબુલમાં ત્રીજા દિવસે પણ કલાકો સુધી શાંતિ મંત્રણા ચાલુ રહી, પરંતુ તેઓ હજુ સુધી કોઈ કરાર પર પહોંચ્યા નથી. બંને દેશો વચ્ચેની આ મંત્રણા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને પડોશી દેશો વચ્ચેના સંકટને “ખૂબ જ ઝડપથી” ઉકેલવાનું વચન આપ્યાના એક દિવસ પછી જ થઈ છે.તાજેતરમાં ગોળીબાર થયા બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. આ હિંસામાં બંને બાજુ ઘણા સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. આ અથડામણો પછી, કતારે મંત્રણાના પ્રથમ રાઉન્ડનું આયોજન કર્યું હતું, જેના પરિણામે ૧૯ ઓક્ટોબરે ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હતો.અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને અફઘાનિસ્તાન મીડિયાએ કહ્યું હતું કે ઇસ્તંબુલમાં હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે, હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. પાકિસ્તાની અધિકારીઓએ પણ પુષ્ટિ આપી હતી કે વાટાઘાટો ચાલુ છે, પરંતુ અફઘાન પ્રતિનિધિમંડળ વારંવાર કાબુલમાં અધિકારીઓ સાથે સલાહ લઈ રહ્યું છે. પાકિસ્તાનને કોઈ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો નથી.તુર્કી સરકાર દ્વારા આયોજિત વાટાઘાટોથી પરિચિત અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી કારણ કે તેઓ મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નથી. પાકિસ્તાની સૈન્યએ રવિવારે દાવો કર્યો હતો કે ઇસ્તંબુલમાં પ્રતિનિધિમંડળો વાટાઘાટો કરી રહ્યા હતા ત્યારે સરહદ પારથી “બે મોટા ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવીને” ૨૫ આતંકવાદીઓને મારી નાખ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. જાકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી કારણ કે આ વિસ્તાર મીડિયાની મર્યાદાથી દૂર છે.યુએસ પ્રમુખ ટ્રમ્પે રવિવારે મલેશિયામાં આસિયાન સમિટ દરમિયાન કહ્યું હતું કે તેમને ખબર પડી છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાને શાંતિ પ્રયાસો શરૂ કર્યા છે. તેમણે તેમને ખાતરી આપી હતી કે તેઓ “તેનો ખૂબ જ ઝડપથી ઉકેલ લાવશે.” તુર્કી દ્વારા આયોજિત અને કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલી નવીનતમ ઇસ્તંબુલ વાટાઘાટોનો હેતુ યુદ્ધવિરામ જાળવવા અને વ્યાપક કરાર પર પહોંચવાનો છે.પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન તાલિબાન પર પાકિસ્તાની આતંકવાદીઓને સરહદ પાર હુમલાઓ માટે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવી રહ્યું છે, જે આરોપ કાબુલ સખત રીતે નકારે છે. પાકિસ્તાની સરકારના પ્રવક્તાએ હજુ સુધી આ રાઉન્ડની વાતચીત પર કોઈ ટિપ્પણી કરી નથી. બે પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદ પ્રતિનિધિમંડળે અફઘાન તાલિબાનને સ્પષ્ટપણે કહ્યું છે કે “આતંકવાદીઓને આશ્રય આપવો પાકિસ્તાન માટે અસ્વીકાર્ય છે.








































