ગુજરાત સરકાર પોતાની સિગ્નેચર ઇન્વેસ્ટમેન્ટ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વાઇબ્રન્ટ ગુજરાત) ૨૦૨૨ માટે જારશોરથી તૈયારીઓ કરી રહી છે. આના ભાગરૂપે છેલ્લા ત્રણ સપ્તાહથી રાજ્યના વિવિધ ઉદ્યોગો સાથે સંભવિત રોકાણ માટેના કરાર કરી રહી છે અને અત્યાર સુધીમાં રાજ્યમાંથી માત્ર રૂ. ૫૩,૦૦૦ કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગગ (એમઓયુ) સાઇન કર્યા છે. બીજી તરફ રાજસ્થાન સરકાર પણ જાન્યુઆરીમાં ઇન્વેસ્ટ રાજસ્થાન-૨૦૨૨નું આયોજન કરી રહી છે. જેના માટે રાજસ્થાન સરકારે આજે ૮ ડિસેમ્બરે અમદાવાદમાં એક રોડ શો યોજ્યો હતો. આ ઇવેન્ટમાં રાજસ્થાનને અમદાવાદમાંથી આશરે રૂ. ૧ લાખ કરોડના મૂડીરોકાણ કમિટમેન્ટ્‌સ મળ્યાં હતા.
ટોરેન્ટ ગ્રુપ રાજસ્થાનમાં ગેસ અને પાવર સેક્ટરમાં રોકાણ કરશે
ગુજરાતનાં એનર્જી અને ફાર્મા સેક્ટરમાં અગ્રણી ટોરેન્ટ ગ્રુપે રાજસ્થાન સરકાર સાથે અલવરમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટે રૂ. ૫૦૦૦ કરોડના કરાર કર્યા છે. તેવી જ રીતે બાડમેરમાં રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવશે. આ પ્રોજેક્ટ માટે ટોરેન્ટ રૂ. ૧૬૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ રીતે ગ્રુપ રાજસ્થાનમાં રૂ. ૨૧,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે જેના કારણે ત્યાં ૧૩૦૦થી વધું લોકોને રોજગારી મળશે.
રાજસ્થાન સરકારે ગુજરાતમાં ૪૦ ઇન્વેસ્ટમેન્ટ કરાર કર્યા ઇન્વેસ્ટર્સ સમિટની પ્રસ્તાવના રૂપે યોજાયેલા આ કાર્યક્રમ સાથે રાજસ્થાને રૂ. ૪૧,૫૯૦ કરોડા મૂલ્યના સમજૂતિ કરાર તથા રૂ. ૬૪,૧૧૦ કરોડના મૂલ્યના લેટર ઓફ ઇન્ટેન્શન્સ (ર્ન્ૈં) મળીને કુલ કુલ ૪૦ કરારો થયા છે. એ સાથે મૂડીરોકાણ કમિટમેન્ટ્‌સનું કુલ મૂલ્ય આશરે રૂ. ૧,૦૫,૦૦૦ કરોડનું થાય છે. અક્ષય ઊર્જા, સિટી ગેસ સપ્લાય, સિમેન્ટ ઉત્પાદન, લોજિસ્ટીક્સ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી વગેરે જેવા ક્ષેત્રોમાં મોટાભાગે મૂડીરોકાણની દરખાસ્તો થઈ છે.
રાજસ્થાનમાં મૂડીરોકાણ માટે નવા અવસરો રાજસ્થાનના આરોગ્ય અને એક્સાઇઝ મંત્રી પ્રસાદી લાલ મીણાએ કહ્યું કે, વિસ્તારની દૃષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી વિશાળ રાજ્ય છે અને તે ખનિજ તથા અન્ય કુદરતી સંસાધનો વડે ભરપૂર છે. નોડલ ઈંડિસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઝ આરઆઇઆઇસીઓ તથા બીઆઇપીના પ્રયાસો મૂડીરોકાણ માટે નવા અવસરો સર્જી રહ્યાં છે તથા રોકાણકારોને કારોબારમાં સરળતા પરત્વે આશ્વસ્ત કરી રહ્યાં છે. રાજ્યમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયાને ક્રોસ સેક્ટર થ્રસ્ટ પૂરો પાડવાની દિશામાં ઇન્વેસ્ટ રાજસ્થાન ૨૦૨૨ એક મહત્વનું પગલું બની રહેવાની અપેક્ષા છે.
રાજસ્થાનના પ્રવાસન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ગાયત્રી રાઠોડે જણાવ્યું કે, રાજસ્થાનમાં ટુરિઝમ એક મહત્વનું ક્ષેત્ર છે અને તે સમગ્ર વર્ષ દરમિયાન દરેક સિઝનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષતું હોય છે. આ બે રાજ્યો વચ્ચે આતિથ્યની કડીઓને વધુ મજબૂત બનાવવા માટે મૂડીરોકાણો તેમજ સહયોગ માટે ગુજરાતના સાહસિકો તરફ નજર દોડાવી રહ્યાં છીએ. ગુજરાતના રોકાણકારો સાથે અમે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં બે સમજૂતિ કરાર ઉપર અમે આજે હસ્તાક્ષર કર્યાં છે