લાઠી તાલુકાના ટોડા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. સુરતમાં રહેતા અને ફર્નીચરનો વેપાર કરતાં એક પિતા તેના પુત્રને મળવા સાસરીયામાં આવેલ હતો. આ દરમિયાન તેને ગાળો આપીને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા.
બનાવ અંગે સુરતના પુણાગામમાં રહેતા અને ફર્નીચરની દુકાન ધરાવતાં મેહુલભાઈ વિનુભાઈ માલવીયા (ઉ.વ.૩૨)એ સસરા ઝવેરભાઇ રામજીભાઇ સાવલીયા, સાળી જાગૃતિબેન, પત્ની) રીનાબેન તથા એક અજાણ્યા વ્યક્તિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મેહુલભાઈ અને રીનાબેન પતિ-પત્ની છે. ત્રણ દિવસ પહેલા સાડા દસ વાગ્યે મેહુલભાઈ પોતાના પુત્રને મળવા સાસરીએ ટોડા ગામે આવ્યા હતા. આ સમયે સસરાએ ગાળો આપી જેમ ફાવે તેમ ઢીકાપાટુ મારવા લાગ્યા હતા. તેથી તેમના પિતા છોડાવવા જતાં ઝવેરભાઈ અને જાગૃતીબેન પણ તેમને મારવા લાગ્યા હતા. આ દરમિયાન ચાની દુકાનવાળા અજાણ્યા માણસને બુમ પાડીને બોલાવતાં તેણે પણ બાપ-દીકરાને માર્યા હતા. ઉપરાંત જાનથી મારવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એસ.જે.કટારીયા વધુ તપાસ કરી રહ્યા છે.