જાફરાબાદના દરિયામાં ટોકન લીધા વગર માછીમારી કરતાં ૧૫ માછીમારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જય ખોડીયાર બોટના ૭ અને ગંગા પ્રસાદ નામની બોટના ૮ મળી કુલ ૧૫ ઈસમો ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતાં પકડાયા હતા. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એચ. રતન વધુ તપાસ કરી રહ્યા છે.