અમરેલી જિલ્લામાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકે તે માટે સતત અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમ છતાં લોકો ભોગ બની રહ્યા છે. રાજુલામાં એક યુવતિને ટેરેરીસ્ટનું કાળું ધન તમારા ખાતામાં જમા થયું છે તેમ કહી ડરાવીને એરેસ્ટ કરવાનું કહીને રૂપિયા ૧૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બનાવ અંગે જયદીપભાઈ દીનેશભાઈ કાતરીયા(ઉ.વ.૨૨)એ બે મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેની બહેન ચેતનાબેનના મોબાઈલ ઉપર રણજીત ઇન્સ્પેકટર પહેલ ગામ કશ્મીરથી બોલુ છું, તેમ કહી પોલીસ ઓફીસરની ખોટી ઓળખ આપી હતી. અમો આંતકી વિરૂદ્ધમાં મહાદેવ ઓપરેશન ચાલે છે, જે ટેરેરીસ્ટમા તમારો નંબર મળ્યો છે અને તમારો આંતકી સાથે કોઇ સબંધ છે, તેમ કહી વાત કરી અને નોન ઇન્વોલમેન્ટ સર્ટી ATS ડીપાર્ટમેન્ટમાંથી કઢાવવું પડશે તે બાબતે તમારે અઘિકારી સાથે વીડિયો કોલમાં વાત કરવાની રહશે તેમ કહ્યું હતું. આરોપીએ બીજા આરોપીના ફોનમાંથી તેની બહેનને વીડિયો કોલ કરી વીડિયો કોલ ઉપર સ્ટેટમેન્ટ આપવું પડશે તેમ કહી તમારી પાસે ટેરેરીસ્ટનું કાળુ ધન જમા થયેલ છે તેમ કહી ડરાવ્યા હતા અને એરેસ્ટ કરવાની વાત કરી હતી. પહેલા રૂપિયા ટ્રાન્ફસર કરવાની વાત કરી પછી પરત કરી દઇશુ તેવો વિશ્વાસ આપી તેના બહેન પાસેથી યુપીઆઈડી દ્રારા રૂ.૧૦,૦૦૦ ગૂગલ પેથી ટ્રાન્જેક્શન કરાવીને છેતરપિંડી આચરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પી આઈ એ. ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.






































