સુપ્રીમ કોર્ટે કાશ્મીરી અલગતાવાદી નેતા શબીર અહેમદ શાહની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી. શાહે સ્વાસ્થ્યના કારણોસર ટેરર ફંડિંગ કેસમાં રાહત માંગી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી. જાકે, તેમની અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રિય તપાસ એજન્સીને નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. શાહ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારી રહ્યા છે જેમાં તેમને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાÂલ્વસે જસ્ટીસ વિક્રમ નાથ અને સંદીપ નાથની બેન્ચ સમક્ષ શાહ વતી દલીલો રજૂ કરી. તેમણે કહ્યું કે અરજદાર ગંભીર રીતે બીમાર છે અને તેમને તાત્કાલિક વચગાળાના જામીનની જરૂર છે. આ અંગે, જસ્ટીસ નાથે ટિપ્પણી કરતા કહ્યું કે, શું તેમને આજે જ મુક્ત કરવા જાઈએ? કોર્ટે સ્પષ્ટ કર્યું કે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવશે નહીં અને કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.દિલ્હી હાઈકોર્ટે ૧૨ જૂને શાહની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમના ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાની અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને નકારી શકાય નહીં. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ ભડકાઉ ભાષણ અથવા હિંસા માટે તેનો દુરુપયોગ કરી શકાતો નથી.શબ્બીર શાહની એનઆઇએ દ્વારા ૪ જૂન ૨૦૧૯ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૭ ની શરૂઆતમાં,એનઆઇએએ આતંકવાદી ભંડોળના કેસમાં ૧૨ લોકો સામે કેસ નોંધ્યો હતો. તેમના પર પથ્થરમારો, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને ભારત સરકાર સામે યુદ્ધનું કાવતરું ઘડવાનો આરોપ હતો. શાહ પર અલગતાવાદી ચળવળને ટેકો આપવા, આતંકવાદીઓના પરિવારોને શહીદ કહીને સન્માનિત કરવાનો, હવાલા અને એલઓસી વેપાર દ્વારા પૈસા એકઠા કરવાનો અને હિંસક પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનો આરોપ છે.હાઇકોર્ટે શાહની વૈકલ્પિક માંગને પણ ફગાવી દીધી હતી જેમાં તેમણે ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને ‘ઘર નજરકેદ’નો વિકલ્પ આગળ મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આવા ગંભીર કેસોમાં આ રાહત શક્ય નથી. શાહ જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટીના પ્રમુખ છે, જેને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.હાઇકોર્ટે એક વિગતવાર કોષ્ટક ટાંક્યું હતું જેમાં શાહ સામે ૨૪ પેન્ડીગ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમાંથી મોટાભાગના કેસ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના કાવતરા સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે આવા ગંભીર આરોપો અને અગાઉના કેસોની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને શાહને જામીન આપી શકાય નહીં. હવે આ કેસની સુનાવણી બે અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટમાં થશે, ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.









































