ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતની ૫૧મી વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેની નવી કારોબારી અને કમિટીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સભામાં ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી.
આ નવી ટીમમાં અનિલ આર. ટીંબડીયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ હાલ અમદાવાદમાં રહે છે અને મૂળ હડાળા, ધારી-બગસરા ગામના વતની છે. સેક્રેટરી તરીકે દીપ કે. પરીખ યથાવત રહ્યા છે. ઉપપ્રમુખ તરીકે બિંદેશ આઈ. શાહ, જોઈન્ટ સેક્રેટરી તરીકે ગૌરાંગ ડી. વ્યાસ, ખજાનચી તરીકે અમિત જી. સોનીની વરણી કરવામાં આવી છે.
કમિટી મેમ્બર્સ તરીકે જયદીપ એમ. પટેલ, અનિલ આર. પટેલ, વસંત એન. પટેલ, પિનાકીન ડી. પટેલ, ઉત્સવ આર. પટેલ, મુકેશ ડી. વાટલિયા, પ્રિતેશ એસ. ગાંધી, હિતેશ એમ. નિમાવતની વરણી કરવામાં આવી છે.