ઈંગ્લેન્ડમાં તેની સ્થા(નિક ક્રિકેટની શરૂઆત કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનથી થઈ છે. આ સાથે જ ઈંગ્લેન્ડમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ ટૂંક સમયમાં શરૂ થશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ માટે ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. ઇસીબીએ ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. જાફ્રા આર્ચર, જાસ બટલર અને મહિલા ટીમની એક ખેલાડી આ ટ્‌વીટમાં હાજર છે.
જા ઈંગ્લેન્ડની ડોમેસ્ટીક સીઝનની વાત કરીએ તો તે જૂનમાં શરૂ થશે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડ ભારત વિરૂદ્ધ ત્રણ મેચની ટી ૨૦ અને વનડે શ્રેણી રમશે. આ દરમિયાન તમામ ખેલાડીઓ મેદાન પર આ નવી જર્સી પહેરશે.
આ સિવાય દક્ષિણ આફ્રિકાનો ઈંગ્લેન્ડ પ્રવાસ પણ જુલાઈના મધ્યમાં શરૂ થશે. જેમાં ઈંગ્લેન્ડે પણ ટી-૨૦ શ્રેણી રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભાગ લેશે. ઇંગ્લેન્ડની ટીમ ફરી એકવાર ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવા માટે બેતાબ છે. છેલ્લી વખતે તેની સફર સેમિફાઈનલમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આવી સ્થિરતિમાં મોર્ગન તેની કારકિર્દી સમાપ્ત થાય તે પહેલા ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવા માંગશે.
ઈંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સે સ્થાનિક ટૂર્નામેન્ટની ટીકા કરી છે. તેણે કહ્યું છે કે કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન ઘણી બધી મેચો હોય છે, જે ખેલાડીઓને અસર કરે છે.