પાકિસ્તાન ક્રિકેટ હાલમાં ફરી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારતીય ટીમની હાર અને સુપર ૮માં પણ પ્રવેશ ન કરી શકવાથી આ પ્રકારના ફેરફારની શક્યતા પહેલાથી જ લગાવવામાં આવી રહી હતી. જે હવે શરૂ પણ થઈ ગઈ છે. દરમિયાન પીસીબીએ એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના બે પસંદગીકારોને બહારનો રસ્તો બતાવ્યો છે.
જાકે,પીસીબીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં પણ આવું થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં કેટલાક વધુ ફેરફારો પણ જાવા મળી શકે છે.
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ વહાબ રિયાઝ અને અબ્દુલ રઝાકને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પસંદગીકારો તરીકે બરતરફ કરવામાં આવ્યા છે. અબ્દુલ રઝાક, જેમને થોડા અઠવાડિયા પહેલા જ પુરૂષ અને મહિલા બંને ટીમોની પસંદગી સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે હવે મહિલા ટીમના પસંદગીકાર તરીકે પણ કામ કરશે નહીં. ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પસંદગી સમિતિની ફરીથી રચના કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી પીસીબીએ સિલેકશન કમિટીમાં ચીફ સિલેક્ટરનું પદ નાબૂદ કર્યું હતું, જેને હવે ફરીથી બનાવવાની વાત થઈ રહી છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિમાં સભ્યોની સંખ્યા ઘટાડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
વહાબ રિયાઝે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં પાકિસ્તાન ટીમ સાથે સિનિયર ટીમ મેનેજરની ભૂમિકા પણ ભજવી હતી. પીસીબી ચીફ એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જા ટીમ સારૂ પ્રદર્શન નહીં કરે તો કોઈપણ ખુરશી ખતરામાં હોઈ શકે છે, કોઈએ સલામતી અનુભવવી જાઈએ નહીં. છેલ્લા ચાર વર્ષમાં પીસીબીએ છ મુખ્ય પસંદગીકારોને જાયા છે. આમાં વહાબ રિયાઝ, હારૂન રાશિદ, શાહિદ આફ્રિદી, ઇન્ઝમામ-ઉલ-હક, મોહમ્મદ વસીમ અને મિસ્બાહ-ઉલ-હકનો સમાવેશ થાય છે, જા કે આ પદ પર લાંબા સમય સુધી કોઈ રહી શક્યું ન હતું અને તેઓ સમયાંતરે જતા રહ્યા હતા.
ટી ૨૦ વર્લ્ડ કપમાં બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને અમેરિકા જેવી નબળી ગણાતી ટીમ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પણ તેને શાનદાર મેચમાં હરાવ્યો હતો. આ સાથે પાકિસ્તાનની સુપર ૮માં જવાની શક્યતાઓ પણ ખતમ થઈ ગઈ હતી.વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં પણ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. સંભવ છે કે આવનારા સમયમાં કેટલાક વધુ લોકો પર આરોપ મુકવામાં આવે. હાલમાં પીસીબી કેપ્ટન બાબર આઝમ અંગે પણ નિર્ણય લઈ શકે છે કે શું તે કેપ્ટન તરીકે પોતાની ઇનિંગ્સ ચાલુ રાખશે કે નવો કેપ્ટન મળશે. દરમિયાન, એ નિશ્ચિત છે કે આગામી સમયમાં પાકિસ્તાન ક્રિકેટમાંથી કેટલાક વધુ મોટા સમાચારો સામે આવી શકે છે.