(એ.આર.એલ),મુંબઇ,તા.૧૮
આઇપીએલમાં મુંબઈ ઈન્ડયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. હવે તેને આઇપીએલની એક મેચ માટે બીસીસીઆઇ તરફથી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. હકીકતમાં, લખનઉ સુપર જાયન્ટ્‌સ સામે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ અને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડયન્સની ટીમ આ સિઝનમાં તેની તમામ લીગ સ્ટેજની મેચો રમી ચૂકી છે અને હવે તેણે આ સિઝનની મેચો રમવાની નથી, આવી સ્થતિમાં હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં તેની પ્રથમ મેચ ગુમાવશે અને તેને તે મેચમાં રમવાની તક નહીં મળે.
વાસ્તવમાં, હાર્દિકની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડયન્સની ટીમ આ સિઝનમાં બે મેચમાં ધીમી ઓવર રેટના નિયમોને તોડી ચૂકી છે. આવી સ્થતિમાં, જા ટીમનો કેપ્ટન ત્રીજી વખત આવું કરે છે, તો તેના પર પ્રતિબંધ છે.
આઇપીએલ ૨૦૨૪ માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેના માટે મુંબઈ ઈન્ડયન્સના મેનેજમેન્ટે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. આ સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. હાર્દિક પંડ્યાએ આ સિઝન સુધી કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ૨૦૨૪માં તેની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડયન્સની ટીમ ૧૪માંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. તેમને તેમના હોમ ગ્રાઉન્ડ પર લખનઉ સુપર જાયન્ટ્‌સ સામેની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્‌સ વચ્ચે રમાયેલી મેચમાં લખનઉની ટીમે ૧૮ રને જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડયન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્‌સની ટીમે ૨૦ ઓવરની રમતના અંતે ૬ વિકેટના નુકસાને ૨૧૪ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં ૧૯૬ રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.