આઇસીસી ટી ટવેન્ટી બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ૮૩૪ રેટિંગ સાથે નંબર ૧ પર પહોંચી ગયો છે. તેણે ઈંગ્લેન્ડના બેટર ડેવિડ મલાનને પાછળ પાડી દીધો છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ૫મા નંબર પર અને ઓપનર કેએલ રાહુલ ૮મા નંબર પર યથાવત છે. બાબર પહેલાથી જ વનડેમાં નંબર વન બેટર છે. આની સાથે જ વિરાટ વનડેમાં નંબર ૨ પર છે. જો ત્રણેય ફોર્મેટની વાત કરીએ તો વિરાટ ત્રણેય ફોર્મેટમાં ટોપ-૫મા છે.
શ્રીલંકન બોલર વાણિંદુ હસરંગાને ટી ૨૦ વર્લ્‌ડ કપમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. હવે તે ૭૭૬ રેટિંગ સાથે ટી ૨૦માં વિશ્વનો નંબર-૧ બોલર બની ગયો છે.
ટોપ-૧૦ બોલર અને ઓલરાઉન્ડરની યાદીમાં અત્યારે કોઈપણ ભારતીય ખેલાડી હાજર નથી..વિરાટ કોહલીના હવે ૭૧૪ રેટિંગ પોઈન્ટ છે અને કેએલ રાહુલના ૬૭૮ રેટિંગ પોઈન્ટ છે.,પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન ચોથા નંબર પર પહોંચી ગયો છે. આ રિઝવાનની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.
શ્રીલંકા સામે વિસ્ફોટક સદી નોંધાવનારા જોસ બટલરને પણ ઘણો ફાયદો થયો છે. તે આઠ સ્થાન આગળ વધીને નવમા સ્થાને પહોંચી ગયો છે. ્‌-૨૦ વર્લ્‌ડ કપમાં બટલરે અત્યારસુધી ૨૧૪ રન કર્યા છે. તે સૌથી વધુ રન બનાવનારો બેટર પણ છે.
શ્રીલંકાના વાણિંદુ હસરંગાએ તેને પાછળ છોડી દીધો છે. તે જ સમયે, અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-સ્પિનર રાશિદ ખાનને પણ રેટિંગમાં નુકસાન થયું છે. તે ત્રીજો સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. આદિલ રાશિદ ૭૩૦ રેટિંગ સાથે ત્રીજો સ્થાને પહોંચી ગયો છે.