રાજધાની દિલ્લી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે અદાલતની કાર્યવાહીને જે રીતે ટીવી પર બતાવવામાં આવી રહી છે તે અંગે નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યુ કે ટીવી ચેનલો હદ કરે છે. અહીં કહેવામાં કંઈક આવે છે અને તે એનુ બીજુ કંઈક બનાવી દે છે. કોર્ટે કહ્યુ કે એવુ લાગે છે કે તેમને વસ્તુઓની સમજ નથી, એ બસ પોતાનો એજન્ડા વધારવામાં લાગી પડ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ, પ્રદૂષણના તમામ કારણો તો છે જ પરંતુ ટીવી પર ચાલી રહેલી ચર્ચાઓ વધુ પ્રદૂષણ પેદા કરી રહી છે. એ વસ્તુને સમજતા નથી અને નિવેદનોના સંદર્ભથી એકદમ અલગ રિપોર્ટ કરવામાં આવે છે. દરેકનો પોતાના એજન્ડા છે અને તેને વધારવામાં લાગી પડ્યા છે.
સુનાવણીમાં તુષાર મહેતાએ કહ્યુ કે મારા વિશે મીડિયામાં કહેવામાં આવ્યુ કે મે સૂકુ ઘાસ બાળવા અંગે ખોટી માહિતી આપી, હું આના પર સ્પષ્ટીકરણ આપવા માંગુ છુ. આના પર ચીફ જસ્ટિસે કહ્યુ કે પલ્બિક ઓફિસમાં આવી ટીકાઓ થતી રહે છે, તેને ભૂલી જાવ. ચીફ જસ્ટીસે કહ્યુ કે કેટલા ટકા પ્રદૂષણ શેનાથી છે, એ આંકડા મહત્વપૂર્ણ નથી. આ બધાની મુદ્દાને ઘૂમાવવાની કોશિશ કરવામાં ન આવે. અમને પ્રદૂષણ ઘટાડવાની ચિંતા છે.
સીજેઆઈએ સૂકુ ઘાસ બાળવા અંગે દિલ્લી સરકારના વકીલ અભિષેક મનુ સંઘવીને કહ્યુ, જા તમે આ રીતે વાતો ઉઠાવતા રહેશો તો મુખ્ય મુદ્દો ઉકેલાશે નહિ. અમે ખેડૂતોને દંડવા નથી ઈચ્છતા. અમે પહેલા જ કેન્દ્રને એ ખેડૂતોને આગળ વધારવા અન અનુરોધ કરવા માટે કહ્યુ છે કે તે ઓછામાં ઓછુ એક સપ્તાહ સુધી સૂકુ ઘાસ ન બાળે, આમ જાવા જઈએ તો ટીવી પર ચર્ચા કોઈ પણ અન્ય સ્ત્રોતની સરખામણીમાં વધુ પ્રદૂષણ પેદા કરી રહી છે. ત્યાં બધાનો એજન્ડા છે પરંતુ અમે અહીં સમાધાન કાઢવાની કોશિશમાં છે. કેસની આગલી સુનાવણી ૨૩ નવેમ્બરે થવાની છે.
સુપ્રીમ કોર્ટે ગઈ સુનાવણી(૧૫ નવેમ્બર)માં કેન્દ્ર અને દિલ્લી સરકારને પ્રદૂષણ બાબતે ઝાટક્યા હતા. દિલ્લી સરકારની એફિડેવિટને જાયા બાદ કોર્ટે કહ્યુ હતુ કે તમારી એફિડેવિટમાં પ્રદૂષણનો બધો દોષ પડોશી રાજ્યોના ખેડૂતો પર ઢોળી દેવામાં આવ્યો છે એ બિલકુલ ખોટુ છે. એવુ લાગે છે કે તમે આનાતી બચીને નીકળવાની કોશિશ કરી રહ્યા છો.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં સરકાર પર વાયુ પ્રદૂષણનો ઉકેલવામાં ગંભીરતા નહિ દર્શાવવાની વાત કહેવામાં આવી છે અને વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ પંચને અદાલતના નિરીક્ષણમાં લાવવાની માંગ કરવામાં આવી છે. જેના પર સુનાવણી થઈ રહી છે. સીજેઆઈ એનવી રમના, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ સૂર્યકાંતની બેંચ કેસની સુનાવણી કરી રહી છે.