ટીવીની સંસ્કારી વહુ બનવાથી લઈને કાન્સમાં ફેશન સેન્સ માટે સમાચારમાં રહેવા સુધી, આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ હિના ખાન છે. હિન્દી અને પંજાબી ફિલ્મોમાં પોતાનું કૌશલ્ય બતાવનાર હિના ભારતીય ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરતી ટીવી અભિનેત્રીઓમાંની એક છે, જેમણે ૨૦૦૯ માં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં અક્ષરાનું પાત્ર ભજવીને હિના ખાન દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ. જબરદસ્ત નામ અને ખ્યાતિ મેળવ્યા પછી, અભિનેત્રીએ ૨૦૧૬ માં રાજન શાહીની સીરિયલને અલવિદા કહ્યું અને આ પછી તેણે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ ૧૧’ અને ખતરોં કે ખિલાડી સીઝન ૮ માં ભાગ લીધો. જોકે, તે ફિલ્મોમાં કંઈ ખાસ કરી શકી નહીં. ટીવી સુપરસ્ટાર હિના ખાન કેન્સર સામે લડતી વખતે પણ નિર્ભયતાથી પોતાના વ્યાવસાયિક જીવનનું સંચાલન કરી રહી છે.
જ્યારે હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે, તે પછી પણ અભિનેત્રી પૂરી પ્રામાણિકતાથી પોતાનું કામ કરી રહી છે અને કેન્સર માટે કીમોથેરાપી પણ લઈ રહી છે. અભિનેત્રીની હિંમત જાઈને ચાહકોએ તેને સિંહણ કહેવાનું શરૂ કર્યું. તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના દક્ષિણ કોરિયા પ્રવાસના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. હિનાની નવીનતમ પોસ્ટ્‌સ વાયરલ થઈ રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે કેન્સર સામે ઝઝૂમી રહેલી હિનાએ પણ એક સારા સમાચાર આપ્યા છે. હા, તેણીએ કહ્યું કે તે તેના બધા સપના પૂરા કરી રહી છે. હિનાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને ‘કોરિયા ટુરિઝમ’ની એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ટોચની ટીવી અભિનેત્રી હિના ખાન છેલ્લા કેટલાક સમયથી સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી છે. તે સ્તન કેન્સરના ત્રીજા તબક્કામાં છે અને કીમોથેરાપી હેઠળ છે. હિના ખાન ૧૧ વર્ષથી રોકી જયસ્વાલ સાથે રિલેશનશિપમાં છે, પરંતુ બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. આ મુશ્કેલ સમયમાં હિના ખાનનો બોયફ્રેન્ડ રોકી પણ તેની સંભાળ રાખી રહ્યો છે.
૨૦૧૮ માં, હિના ખાને ‘કસૌટી જિંદગી કી’ સાથે નાના પડદા પર વાપસી કરીને સનસનાટી મચાવી દીધી અને સાબિત કર્યું કે વાસ્તવિક ટીવી સુપરસ્ટાર કોણ છે. આમાં તે કોમોલિકાની ભૂમિકામાં જાવા મળી હતી અને ત્યારબાદ તે એકતા કપૂરના સૌથી લોકપ્રિય સુપરનેચરલ શો ‘નાગિન’માં જાવા મળી હતી, ત્યારબાદ તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશવાનો નિર્ણય લીધો અને ફિલ્મ ‘હેક્ડ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ફ્લોપ ફિલ્મ કરિયર પછી, હિના ખાને થોડા સમય માટે અભિનયમાંથી બ્રેક લીધો.