સારા ખાન અને ક્રિશ પાઠકે ૬ ઓક્ટોબરના રોજ એક ખાનગી સમારંભમાં કોર્ટ મેરેજ કર્યા હતા જેમાં પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. હવે, આ દંપતી તેમના ભવ્ય લગ્નની તૈયારી કરી રહ્યું છે. સારાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમના લગ્નની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. બંને ૫ ડિસેમ્બરે શપથ લેશે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું ક્રિશના પિતા, ‘રામાયણ’ ફેમ અભિનેતા સુનિલ લાહિરી, લગ્નનો ભાગ બનશે.

સારા ખાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિશ પાઠક સાથેનો એક સુંદર પ્રી-વેડિંગ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, સારા લીલા રંગનો લહેંગા પહેરેલી જાવા મળે છે, જ્યારે ક્રિશ લખનૌની ભરતકામવાળા સફેદ કુર્તામાં જોવા મળે છે. વીડિયોમાં તેમની રોમેન્ટીક કેમેસ્ટ્રી સ્પષ્ટપણે દેખાય છે. આ વીડિયો દ્વારા આ કપલે તેમના લગ્નની તારીખ પણ જાહેર કરી છે. સારા ખાન અને ક્રિશ પાઠક ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ લગ્ન કરવાના છે.

સારા ખાન અને ક્રિશ પાઠકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના લગ્ન ખાસ કરીને ચર્ચામાં છે કારણ કે સારા મુસ્લીમ છે અને ક્રિશ હિન્દુ છે. લગ્ન પહેલાના વીડિયોમાં, બંને મંદિરની બહાર અને ક્યારેક મસ્જીદની સામે ફોટોશૂટ માટે પોઝ આપતા જાવા મળે છે. રસપ્રદ વાત એ છે કે, ‘રામાયણ’ ફેમ સુનીલ લહરીના પુત્ર હોવાને કારણે, ક્રિશ પાઠકના લગ્ન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે કે તેમણે આ સંબંધ કેવી રીતે સ્વીકાર્યો, પરંતુ અભિનેતાએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.

અભિનેતા અને નિર્માતા ક્રિશ પાઠક અને સારા ખાન બંને ટેલિવિઝન ઉદ્યોગમાં લોકપ્રિય હસ્તીઓ છે. ક્રિશ પાઠકે બંદી યુદ્ધ કે’ અને ‘યે ઝુકી ઝુકી સી નજર’ જેવા ટીવી શોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવી છે. સારા ખાન એક જાણીતી ટીવી અભિનેત્રી છે જેણે ૨૦૦૭ માં “સપના બાબુલ કા… બિદાઈ” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણી “પ્રીત સે બંધી દોરી રામ મિલાયી જાડી”, “વી ધ સિરિયલ”, “સસુરાલ સિમર કા,” અને “ભાગ્યલક્ષ્મી” જેવા લોકપ્રિય શોમાં જોવા મળી હતી. સારા “બિગ બોસ ૪” અને “નચ બલિયે ૬” સહિત અનેક રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.