૩૬ વર્ષીય ટિમ પાઈને સેક્સટિંગ સ્કેન્ડલમાં ફસાઈ જવાને લઈને ઓસ્ટ્રેલિયાની ટીમના ટેસ્ટ કેપ્ટન પદને છોડી દીધું છે.એક રિપોર્ટ અનુસાર પાઈને શુક્રવારે બપોરે હોબાર્ટમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનુ રાજીનામું આપવા અંગેની સત્તાવાર જોહેરાત કરી હતી. જણાવી દઈએ કે માર્ચ ૨૦૧૮માં પાઈનને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ ટીમના ૪૬માં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આન્યા હતા.
પાઈને પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, આજે મેં ઓસ્ટ્રેલિયાઈ મેન્સ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપવાના નિર્ણયની જોહેરાત કરી છે. આ નિર્ણય કરવો અને તેની જોહેરાત કરવી મારી માટે અવિશ્વસનીય રીતે ઘણું જ અઘરું રહ્યું, પરંતુ આ નિર્ણય મારા, મારા પરિવાર અને ક્રિકેટ બધા માટે યોગ્ય છે.
મારું રાજીનામું આપવાના નિર્ણયના પાછળ મૂળભૂત કારણની વાત કરું તો લગભગ ૪ વર્ષ પહેલા એક સહયોગી સાથે ટેક્સ્ટ એક્સચેન્જીંગમાં શામેલ હતો. તે વખતે આ એક્સચેન્જ સંપૂર્ણ રીતે સીએ ઈન્ટીગ્રીટી યૂનિટના તપાસનો વિષય હતો અને આમાં મે સંપૂર્ણ રીતે ભાગ લીધો અને સહયોગ પણ આપ્યો.
આ તપાસ અને ક્રિકેટ તાસ્માનિયાલ એચઆર તપાસને એક જ સમયમાં એ જોવા મળ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આચાર સંહિતાનું કોઈ ઉલ્લંધન કરવામાં આવ્યું નથી. જો કે નિર્દોષ હોવા છતા મને તે વખતે આ ઘટના અંગે ખૂબ દુખ થયું હતું અને આજે પણ મને એટલું જ દુખ હતું. મેં તે વખતે આ અંગે મારી પત્ની સાથે અને પરિવાર સાથે પણ વાત કરી હતી. તેમના દ્વારા મને જે માફી અને સમર્થન આપવામાં આવ્યું તે માટે હું તેમનો આભારી છું. અમે વિચાર્યું હતું કે આ ઘટના હવે અમારી પાછળ છૂટી ગઈ છે અને હવે અમે સંપૂર્ણ રીતે ટીમ પર
ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. એવી જ રીતે જેવી રીતે હું પાછલા ૪ વર્ષોથી કરતો આવ્યો છું.
જોકે, મને હાલમાં જ જોણવા મળ્યું છે કે આ પ્રાઈવેટ ટેક્સ્ટ એક્સચેન્જ હવે સાર્વજનિક થવા જઈ રહ્યું છે. ૨૦૧૭માં મારું કામ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ કેપ્ટન અથવા મોટાભાગની કોમ્યુનિટીના સ્ટાન્ડર્ડને પૂર્ણ નહોતું કરતું. મારા આ કૃત્યને કારણે મારી પત્ની, મારા પરિવાર અને અન્ય લોકોને જે દુઃખ પહોંચ્યું છે તેનો મને ખૂબ અફસોસ છે. કોઈ પણ પ્રકારનું એવુ નુક્શાન જેના કારણે આપણી રમતને અને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે તેનો પણ મને અફસોસ છે.
આ તમામ બાબતોને જોતા હવે મારું માનવું છે કે ત્વરિત ધોરણે કેપ્ટનના પદેથી રાજીનામું આપી આ પદ છોડી દેવું યોગ્ય નિર્ણય છે. હું એવુ બિલકુલ નથી ઈચ્છતો કે એશિઝ પહેલા મારું આ કૃત્ય અને તેની અસર ટીમ માટે કોઈ અનિચ્છનીય બાધા બને.
ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટનની મારી ભૂમિકા સાથે મને ખૂબ લગાવ અને પ્રેમ હતો. ઓસ્ટ્રેલિયાઈ મેન્સ ટેસ્ટ ટીમનું પ્રતિનિધિત્વ કરવું મારા સ્પોર્ટ્‌સ લાઈફની એક અચિવમેન્ટ અને વિશેષાધિકાર રહ્યો છે. હું મારા સાથીઓ દ્વારા મને મળેલા સમર્થનનો ખૂબ આભારી છું. આજ સુધી મેં અને મારી ટીમે જે પણ હાંસલ કર્યું, તે મેળવવાનો અમને ગર્વ છે. હું મારી ટીમ અને તેના સાથીઓથી ક્ષમા માંગુ છું અને આશા કરું છું કે તેઓ મને સમજે. ગત એશિઝમાં મારા વ્યવહારને કારણે ટીમ પર જે અસર થઈ અને તેના કારણે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ફેન્સને જે પ્રદર્શન જોવું પડ્યું તેનો મને અફસોસ છે. જે નિરાશા મેં ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ જગતને આપી છે તેના માટે હું માફી માંગું છું.
મને એક ખૂબ પ્રેમાળ અને અદ્ભૂત પરિવાર મળ્યો છે, પણ મેં તેમની સાથે કેવો વ્યવહાર કર્યો અને તેમને કેટલા નિરાશ કર્યા તે જોણીને મારું દિલ ટૂટી જોય છે. તેઓ મને જે સમર્થન આપે છે, હંમેશા મારી પડખે ઉભા રહે છે અને કાયમ દિલથી મારા પ્રશંસક તરીકે જોવા મળે છે, તેમના વ્યવહારનો હું આભારી છું. હું ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમનો એક કમિટેડ મેમ્બર બની રહીશ અને મને આશા છે કે એશિઝ ટૂર સારી રહેશે.
ઉલ્લેખનીય છે કે, વિકેટ કીપર અને બેટ્‌સમેન ટિમ પાઈને દક્ષિણ આફ્રિકામાં કુખ્યાત બોલ ટેમ્પરિંગ કાંડ બાદ પદ સંભાળ્યું હતું. આ સ્કેમમાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સાથે કૈમરોન બેનકોફ્ટ શામેલ હતા. ઓસ્ટ્રેલિયાઈ મિડીયા રિપોર્ટ અનુસાર, પાઈને ૨૦૧૭માં એક મહિલા સહકર્મીને અયોગ્ય મેસેજ મોકલ્યા હતા.