આઇસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ ભારત અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. ટુર્નામેન્ટની સાતમી મેચ ૬ ઓક્ટોબરના રોજ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર હતી, જેમાં આફ્રિકન ટીમે શાનદાર વિજય નોંધાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને ૬ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત નોંધાવી. પ્રથમ બેટિંગ કરતા, ન્યૂઝીલેન્ડ ૪૭.૫ ઓવરમાં ૨૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ ૮૫ રન બનાવ્યા, પરંતુ તેની ઈનિંગ નિષ્ફળ ગઈ કારણ કે દક્ષિણ આફ્રિકાએ ૪૧મી ઓવરમાં ૨૩૨ રનનો લક્ષ્યાંક ફક્ત ૪ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.

ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ભલે તેની ટીમને વિજય તરફ દોરી ન હોય, પરંતુ તેણીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પ્રવેશતાની સાથે જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. આ ડિવાઈનની ૩૦૦મી આંતરરાષ્ટ્રિય મેચ હતી, જેના કારણે તે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ૩૦૦ કે તેથી વધુ મેચ રમનારી વિશ્વની ૭મી મહિલા ક્રિકેટર બની. આ ખાસ પ્રસંગે, ન્યૂઝીલેન્ડની કેપ્ટનને તેની ટીમ તરફથી એક ખાસ ભેટ મળી, જેનો એક વીડિયો આઇસીસી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો.આઇસીસીએ આ વીડિયોને કેપ્શન આપ્યું, “એક ભાવનાત્મક ક્ષણ જ્યારે સોફી ડિવાઇનની ટીમે તેણીને ૩૦૦મી આંતરરાષ્ટ્રિય મેચ નિમિત્તે એક ખાસ બેટ ભેટમાં આપ્યું.”આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર મહિલા ક્રિકેટરોઃસુઝી બેટ્‌સ – ૩૫૦,હરમનપ્રીત કૌર – ૩૪૨,એલિસ પેરી – ૩૪૧,મિતાલી રાજ – ૩૩૩,ચાર્લોટ એડવર્ડ્‌સ – ૩૦૯,ડેની વ્યાટ-હોજ – ૩૦૦,સોફી ડિવાઇન – ૩૦૦ કેપ્ટન સોફી ડિવાઇનને ન્યુઝીલેન્ડ ટીમ તરફથી આશ્ચર્યજનક ભેટ તરીકે એક ખાસ બેટ મળ્યો, જેનાથી તેણી ખૂબ જ ભાવુક અને આંસુમાં ડૂબી ગઈ. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ૩૦૦ આંતરરાષ્ટ્રિય મેચ પૂર્ણ કરવા પર, સોફી ડિવાઇને એક નાનું ભાષણ પણ આપ્યું જેમાં તેણીએ તેના તમામ સાથી ખેલાડીઓનો આભાર માન્યો. આ પછી તેણીએ બધા ખેલાડીઓને ગળે લગાવ્યા.