ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ છે, જે રમત અને ખાસ કરીને ક્રિકેટને અસર કરે છે. આ જ કારણસર છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી થઈ નથી. હવે આવનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે, પરંતુ તે પહેલા જ પડોશી દેશના ક્રિકેટરો સરકી જવા લાગ્યા છે અને તે બાજુથી પાયાવિહોણા નિવેદનો સામે આવી રહ્યા છે.
એશિયા કપમાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે, જેનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકાએ સંયુક્ત રીતે કર્યું છે. આ પછી ભારતની યજમાનીમાં આઇસીસી વનડે વર્લ્ડ કપ રમાશે. વર્લ્ડ કપમાં ૧૫ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘મહામુકબાલા’ જાવા મળશે.
દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર રાણા નાવેદ ઉલ હસને ઝેર ઉગાડવાનું શરૂ કર્યું છે. નાવેદે દાવો કર્યો છે કે જ્યારે પણ ટીમ ઈન્ડીયા સામે મેચ થશે ત્યારે ભારતીય મુસ્લિમ પાકિસ્તાનને સમર્થન આપશે. નાદિર અલીના પોડકાસ્ટમાં નાવેદે કોઈપણ આધાર વગર આ વાતો કહી હતી. આના પર તેને સોશિયલ મીડિયા પર જ યોગ્ય જવાબ મળવા લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.
જ્યારે નાવેદને પૂછવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચમાં કઈ ટીમ ફેવરિટ હશે તો તેણે કહ્યું, “જા ભારતમાં મેચ હોય તો ટીમ ઈન્ડીયા ફેવરિટ છે.” પાકિસ્તાની ટીમ પણ ઘણી સારી છે અને રોમાંચક મેચ રમાશે. જ્યાં સુધી પ્રેક્ષકોનો સવાલ છે, હું માનું છું કે ભારતમાં મુÂસ્લમોની સંખ્યા ઘણી છે, તેથી તેમની તરફથી પણ સમર્થન મળશે. ભારતના મુસ્લિમો અમારો ઘણો સાથ આપે છે. મેં ભારતમાં અમદાવાદ અને હૈદરાબાદમાં ૨ શ્રેણી રમી છે. જણાવી દઈએ કે ૪૫ વર્ષીય નાવેદે ૨૦૦૪માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેની કરિયર લાંબો સમય ટકી શકી નહીં. વર્ષ ૨૦૧૦માં તેણે છેલ્લી મેચ રમી હતી.