ટીમ ઈન્ડીયાનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું બેટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. તેણે એક વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી પણ આપી હતી. આ પહેલીવાર છે જ્યારે ક્રિકેટ બેટને અવકાશમાં મોકલવામાં આવ્યું છે. આ બેટ સાથે યુવરાજ સિંહની યાદો પણ જાડાયેલી છે. ભારતીય ટીમનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે જે બેટથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી, તેને અવકાશમાં મોકલવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૩માં યુવીએ ઢાકાનાં શેર-એ-બંગાળ સ્ટેડિયમમાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. યુવરાજનાં બેટને અવકાશમાં મોકલવાની પહેલ ગયા અઠવાડિયે એશિયાનાં એનએફટી માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનાં સહયોગથી કરવામાં આવી હતી. કંપનીએ યુવરાજને એનએફટી જારી કરવા તેની સાથે ભાગીદારી કરી છે.

ભારતનાં સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે વર્ષ ૨૦૦૩માં ઢાકા, બાંગ્લાદેશમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે તે મેચમાં અણનમ ૧૦૨ રનની ઇનિંગ રમી હતી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. યુવીએ જે બેટ વડે આ સદી ફટકારી હતી તેને હવે અવકાશમાં મોકલી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પહેલ ગયા અઠવાડિયે એશિયાના એનએફટી માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથે મળીને કરવામાં આવી હતી.