ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન વર્ષ ૨૦૨૬ માં રમાશે, જેના માટે લખનૌ સુપર જાયન્ટ્‌સે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એલએસજીએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણને આગામી સીઝન પહેલા તેમની ટીમના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે, જે છેલ્લી આઇપીએલ સીઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હતા. લખનૌ સુપર જાયન્ટ્‌સે પણ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે, જેની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહી હતી.
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ પદ પરથી રાજીનામું આપ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સના બોલિંગ સલાહકારની ભૂમિકા ભજવી રહેલા ભરત અરુણે ૨૯ જુલાઈના રોજ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે બોલિંગ કોચની ભૂમિકા ભજવશે.એલએલજી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટીમમાં ફાસ્ટ બોલિંગ કોચ ભરત અરુણ, મેન્ટર ઝહીર ખાન, મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને સહાયક કોચ લાન્સ ક્લુઝનરના આગમનથી,એલએસજીનું બોલિંગ યુનિટ વધુ મજબૂત બનશે અને ટીમ આગામી સિઝનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.
ભરત અરુણે લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમમાં જાડાવા બદલ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ટીમમાં આકાશદીપ, અવેશ ખાન અને મયંક યાદવ જેવા પ્રતિભાશાળી ફાસ્ટ બોલરો છે, જેમની સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું અને હું એક એવી બોલિંગ યુનિટ તૈયાર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ જે કોઈપણ પરિસ્થિતિમાં બેટ્‌સમેનોને પડકાર આપી શકે. તમને જણાવી દઈએ કે છેલ્લી આઇપીએલ સીઝન લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે ખાસ નહોતી, જેમાં ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ રમતી ટીમ ૧૪ લીગ મેચમાંથી ફક્ત ૬ જીતી શકી હતી અને તેઓ ગયા સીઝનમાં પોઈન્ટની દ્રષ્ટિએ ૭મા ક્રમે રહી હતી.