ભારતીય ક્રિકેટર પરવેઝ રસૂલે પોતાની શાનદાર કારકિર્દીને વિદાય આપી છે. જમ્મુ અને કાશ્મીરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ ખેલાડી અને આઇપીએલમાં સ્થાન મેળવનાર પ્રથમ ક્રિકેટર રસૂલે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૬ વર્ષીય ખેલાડીએ બીસીસીઆઇને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી. તેમણે ૧૭ વર્ષની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ૩૫૨ વિકેટ લીધી અને ૫૬૪૮ રન બનાવ્યા.જ્યારે રસૂલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, ત્યારે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર બે મેચ (એક વનડે અને એક ટી ૨૦) સુધી મર્યાદિત રહી. તેમને સૌપ્રથમ સુરેશ રૈનાની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા માટે રમવાની તક મળી. ૧૫ જૂન, ૨૦૧૪ના રોજ, રસૂલે મીરપુરમાં બાંગ્લાદેશ સામે ટી ૨૦ ડેબ્યૂ કર્યું. લગભગ અઢી વર્ષ પછી, તેમણે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં કાનપુરમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી વનડે રમી.તેમણે બે વાર (૨૦૧૩/૧૪ અને ૨૦૧૭/૧૮) રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે લાલા અમરનાથ ટ્રોફી જીતી, જે તેમના ઉત્કૃષ્ટ યોગદાનને પ્રતિબિંબિત કરે છે. પરવેઝ રસૂલની સફર એનું ઉદાહરણ છે કે કેવી રીતે જુસ્સો અને સખત મહેનત મુશ્કેલ પરિસ્થિતઓમાં પણ સફળતાનો માર્ગ મોકળો કરી શકે છે.નિવૃત્તિ પ્રસંગે સ્પોર્ટસ્ટાર સાથે વાત કરતા રસુલે કહ્યું કે જ્યારે તેણે રમવાનું શરૂ કર્યું, ત્યારે ઘણા લોકો જમ્મુ અને કાશ્મીર ક્રિકેટને ગંભીરતાથી લેતા નહોતા. પરંતુ અમે મોટી ટીમોને હરાવી અને રણજી ટ્રોફી સહિત ઘણી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. તેણે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કર્યું અને આ સફળતાની વાર્તાનો ભાગ બનવાનો ગર્વ અનુભવે છે. તેને તાજેતરમાં બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી લેવલ-૨ કોચિંગ સર્ટિફિકેટ મળ્યું છે, અને હવે તેનું લક્ષ્ય પૂર્ણ-સમય કોચિંગ, યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપવાનું અને વિદેશી લીગમાં ભાગ લેવાનું છે.રસુલે ૨૦૧૨-૧૩માં જમ્મુ અને કાશ્મીર માટે શાનદાર પ્રદર્શન કર્યું. તે સિઝનમાં, રસુલે ૫૯૪ રન બનાવ્યા અને ૩૩ વિકેટ લીધી. ત્યારબાદ, તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને પછી આઇપીએલ ફ્રેન્ચાઇઝ પુણે વોરિયર્સમાં જાડાયો. જાકે, છેલ્લા કેટલાક સિઝન રસુલ માટે સારા રહ્યા નથી. તે લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીર રણજી ટ્રોફી ટીમની બહાર હતો. આ સમય દરમિયાન, તેણે શ્રીલંકામાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને કાશ્મીર ખીણમાં યુવા ક્રિકેટરોને કોચિંગ આપ્યું. હવે, તેનું લક્ષ્ય પૂર્ણ-સમય કોચિંગ પર છે.







































