મેલબર્ન ટેસ્ટની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્નમાં ચાલી રહેલી  ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતાં. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી બાંધી હતી. તમને જણાવી દઈએ કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે ગુરુવારે મોડી સાંજે નિધન થયું. તે ૯૨ વર્ષે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ડાબો હાથ પર કાળી પટ્ટીઓ પહેરી. ડો.મનમોહન સિંહ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સતત બે વખત ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા. બીસીસીઆઈએ એક નિવેદન જાહેર કરીને લખ્યું, ટીમ ઇન્ડિયાના ખેલાડી પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહની યાદમાં શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી પહેરી રહ્યા છે, જેમનું નિધન થઈ ગયું.
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહને ૧૯૯૧ના આર્થિક સુધારાનું નેતૃત્વ કરવાનો શ્રેય આપવામાં આવે છે. મનમોહન સિંહે ભારતને એક ગંભીર નાણાંકીય સંકટમાંથી બચાવ્યું હતું. ડો.મનમોહન સિંહની નીતિઓએ આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી, જેણે પછીના દાયકાઓમાં ભારતના ઝડપી આર્થિક વિકાસનો પાયો નાખ્યો.
તમને જણાવી દઈએ કે ડા.મનમોહન સિંહને ગંભીર હાલતમાં ગુરુવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સે ૨૬ ડિસેમ્બરે એક બુલેટિનમાં કહ્યું હતું કે, ‘તેમની ઉંમર સંબંધિત તબીબી સારવાર ચાલી રહી હતી અને તે ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને રાત્રે ૮.૦૬ કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેમને ભાનમાં લાવવામાં આવ્યા ન હતા અને રાત્રે ૯.૫૧ વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.