સાબરકાંઠના હિમતનગર સિવિલમા દર્દીએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. સિવિલમાં ટીબી ના દર્દીએ ગળેફાંસો ખાતા ચકચાર મચી ગયો છે. ૪૫ વર્ષીય કરસન ઠાકરડા નામના ટીબી દર્દીનો બારીના સળિયા સાથે મફલર બાંધી આપધાત કર્યો છે.સમગ્ર બનાવની જાણ કરતા પરિવારજનોને સિવિલ દોડી આવ્યા હતી.
મળતી માહિતી મુજબ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી એડમિટ ૪૫ વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. આ દર્દી મૂળ માલપુરનો વતની હતો અને સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ થયો હતો. ટીબીની બિમારીથી કંટાળીને સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઇ જીવન અંત આણ્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.