(એ.આર.એલ),મુંબઇ,તા.૬
ટીકુ તલસાનિયા બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેમણે પોતાના રોલથી લોકોને ખૂબ હસાવ્યા છે. ટીકુ આજે પણ પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. તેમણે ફિલ્મ વક્ત હમારા હૈમાં ગંભીર ભૂમિકા ભજવીને સૌને ચોંકાવી દીધા હતા. તે પછી, ટીકુએ સંજય લીલા ભણસાલીની દેવદાસમાં પોતાના રોલથી બધાનું દિલ જીતી લીધું. પરંતુ હવે ટીકુ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તેની પાસે લગભગ ૫ વર્ષથી કામ નથી. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.
ટીકુએ થોડા સમય પહેલા પોતાના બેરોજગાર હોવાની વાત કરી હતી. હવે પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે બેરોજગાર હોવાનો અર્થ એ છે કે તેને સારી નોકરી મળતી નથી.ટીકુએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તે થિયેટર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેણે કહ્યું કે હું ઘણા સમયથી મેકર્સ અને પ્રોડ્યુસર્સ પાસેથી કામ માંગી રહ્યો છું. પરંતુ આજ સુધી તેને કોઈએ ઓફર આપી નથી કે કોઈએ તેનો સંપર્ક કર્યો નથી. મારી ક્ષમતા પર શંકા ન
કરો. મારે કામ કરવું છે.ટીકુએ જણાવ્યું કે તેણે ઘણી કોમેડી ભૂમિકાઓ ભજવી છે પરંતુ હવે તે વિલનની ભૂમિકા ભજવવા માંગે છે. હું ઇચ્છું છું કે
જા નિર્માતાઓ મને કોઈપણ રોલ માટે સંપર્ક કરી રહ્યા છે, તો તે વિલનનો હોવો જાઈએ. નિર્માતાઓ વિચારતા હશે કે તેઓ આ નિર્દોષ દેખાતા માણસને વિલન બનાવીને શું કરશે. પરંતુ એવું નથી, હું નકારાત્મક પાત્રો પણ સારી રીતે ભજવી શકું છું.તમને જણાવી દઈએ કે ટીકુ પ્યાર કે દો પલ, દિલ હૈ કી માનતા નહિ, ઉમર ૫૫ની દિલ બચપન કા, બોલ રાધા બોલ, અંદાજ અપના અપના જેવી ફિલ્મોમાં કોમિક રોલ કરવા માટે જાણીતો છે.જ્યારે અત્યારે હાલમા ટીકુ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેમની પાસે કોઈ કામ નથી તેઓ ને મેકર્સ દ્વારા પણ કોઈ રોલ માટે ઓફર મળી રહી નથી. હવે એવામાં ટીકુએ તાજેતરમાં આપેલા પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા ઘણા સમયથી થીયેટર કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે.