વર્ષોથી આરોગ્યની સેવાઓ નિઃશુલ્ક પુરી પાડતી સ્વામીશ્રી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ-ટીંબીની મુલાકાતે અમરેલી તાલુકાનાં ચક્કરગઢ ગામના વતની અને હાલ નવસારી ખાતે રહેતા રમણીકભાઈ પાનસુરીયા અને કીરીટભાઈ પાનસુરીયાનો પરિવાર આવ્યો હતો. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ પાનસુરીયા પરિવાર દ્વારા પ લાખનો ચેક હોસ્પિટલનાં ચેરમેન જીવરાજભાઈ સુરાણી અને બી.એલ.રાજપરાની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવેલ હતો.