અમદાવાદના વતની નર્મદાશંકર મણિશંકર દવે અને કમળાબેન દવેના સ્મરણાર્થે તેમના પુત્ર ભરતભાઈ, પુત્રવધુ દત્તાબેન અને પૌત્રીઓ
સ્મૃતિબેન-વિભૂતિબેને ટીંબી ખાતે આવેલી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ તરસમિયા આશ્રમ ખાતે પ.પૂ. સદ્‌ગુરૂદેવના સદ્‌શિષ્ય પૂ.ભોલાનંદ સ્વામીના ચરણોમાં ટ્રસ્ટી અશોકભાઈ ગીડાની ઉપસ્થિતિમાં રૂ.રપ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આ તકે હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે જીવનચરિતામૃત ગ્રંથ અર્પણ કરી ભરતભાઈ દવે અને તેમના પરિવારજનોને સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો.