ટીંબી ચેક પોસ્ટ પરથી વઢેરા ગામે રહેતો એક યુવક ભારતીય બનાવટ વિદેશી દારૂના બે ચપટા સાથે ઝડપાયો હતો. અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ચાર મહિલા સહિત ૧૩ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો. ચલાલા, ક્રાંકચ, ટીંબી ચેક પોસ્ટ અને સીંભડા ગામેથી એક એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.