જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા સરોજબેન ભીખાભાઈ પંડ્‌યા (ઉ.વ.૪૦)એ નજમાબેન કાદરભાઇ, મરજીનાબેન કાદરભાઇ તથા શેનીબેન કાદરભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સરોજબેન ૦૩/૧૧/૨૦૨૧ સાંજે ૭.૩૦ વાગ્યે તેના ઘરેથી દૂધ લઈને જતા હતા ત્યારે નજમાબેનના ઘરે આવેલા મહેમાને તેમની સાથે મોટર સાઇકલ ભટકાવી હતી. જેમાં તેમને જમણા પગે મુંઢ ઇજા થઈ હતી. જેથી તમે દવાખાને લઈ જાવ અથવા તો દવાખાનાનો ખર્ચ આપો તેમ કહેતા આરોપીઓને સારૂ નહોતું લાગ્યું અને લાકડી વતી મુઢ માર માર્યો હતો. ઉપરાંત ગાળો આપી તેના વાળ પકડી પછાડી દીધી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.ડી.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.