જાફરાબાદના ટીંબી ગામે ભારત પેટ્રોલ પંપથી આગળ ઉના ભાવનગર નેશનલ હાઇવે રોડ પુલની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાંથી પોલીસે છ ખેલીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. ૧૦,૦૫૦ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. બચુભાઇ દેવશીભાઇ ગોહિલ, અલારખભાઇ ડોસાભાઇ સરવૈયા, ફિરોઝભાઇ રમજાનભાઇ સાયાની, પ્રકાશભાઇ સદરૂભાઇ લાલાણી, ઇસુબભાઇ જમાલભાઇ સરવૈયા તથા દાદુભાઇ કાળુભાઇ સોરા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૦,૦૫૦ સાથે ઝડપાયા હતા. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.