જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રાત્રીના સમયે બજારમાં આંટા મારતો વનરાજનો વીડિયો સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. મળતી વિગતો મુજબ જાફરાબાદના ટીંબી ગામે રાત્રીના સમયે ગામની બજારમાં રોડ પર એક સિંહ લટાર મારી રહ્યો હોવાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વાયરલ વીડિયોમાં ગામની શેરીઓમાં આંટા મારી રહેલો સિંહ શિકારની શોધમાં આવી ચડ્યો હોવાનું અનુમાન છે. ત્યારે હાલ સિંહો આરક્ષિત વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડવાની ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી લોકો ભયમાં મૂકાયા છે.