અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક શખ્સ દ્વારા લોકોને બ્યૂટી પ્રોડક્ટના નામે રોકાણ કરાવી તેનાથી અનેકગણી વધુ રકમ વળતર પેટે અપાવવાનો ખોટો વાયદો કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતો હોય, જે અંગે તાજેતરમાં અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસને આરોપી જૂનાગઢથી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
મૂળ ઓરિસ્સા રાજ્યનો અને હાલ જૂનાગઢ ખાતે પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા સીતાકાંત ઇન્દ્રમણી મોહાપાત્રા દ્વારા બ્યુટિ પ્રોડક્ટના નામે રૂ. ૮.૪પ લાખનું રોકાણ કરાવી તેના વળતરમાં રૂ. ર૯.૭૭ લાખ જેવી માતબર રકમ અપાવવાની ખોટી વાતો કરી અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.