દારૂના નશામાં માણસ ન કરવાનું કરી બેસતો હોય છે. ટીંબી ગામે રહેતા એક યુવકને શરાબ પીવાની કુટેવ હતી. શરાબના નશામાં તે અવાર-નવાર ગાળો બોલતો હતો. જેને લઈ એક યુવકે ટોકતાં તેને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે ગામમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં વિજયભાઇ ભીખાભાઇ મહિડા (ઉ.વ.૨૫)એ હરજીભાઇ ડાયાભાઇ સરવૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી દારૂ પીવાની ટેવવાળો હોવાથી અવાર-નવાર દારૂ પી ને તેમના ઘરની પાસે આવી જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા તેમને તથા તેના ભાઇને લાકડીનો એક ઘા માર્યો હતો અને જતા જતા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.ડી.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.