અમરેલી જિલ્લામાં પોલીસે પાંચ સ્થળેથી પીવાનો દેશી દારૂ પકડ્‌યો હતો. ટીંબા ગામે ત્રણ મહિલા પાસેથી ૨૭ લીટર, ખાંભામાંથી ૫ લીટર તથા પીપળલગ ગામેથી ૫ લીટર મળી કુલ ૩૭ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી સાત ઇસમો કેફી પીણું પી’ને ફરતી હાલતમાં મળી આવ્યા હતા.