૩૭૯ દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલન ખતમ થયા બાદ આજથી ખેડૂતોની દિલ્હી બોર્ડર પરથી કિસાનોની ઘરવાપસી શરુ થઈ ગઈ છે.પહેલી ટુકડીને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.ખેડૂતોની ટુકડીઓ ટ્રેકટરોમાં રવાના થઈ રહી છે જો કે ટિકૈત હજુ પણ બોર્ડર પર છે ટિકૈતને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે, હજી બીજો ચાર દિવસ હું બોર્ડર પર રહેવાનો છું અને પંદર ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડીને મુઝ્ઝફરનગર જવા રવાના થઈશ.
ખેડુતોએ આજે હર્ષોલ્લાસ સાથે તેમની જીતની ઉજવણીમાં વિજય રેલીઓ કાઢી હતી અને તેમના ઘરે જવા રવાના થયા હતાં.વિજય રેલીમાં જોડાવા પંજોબ અને હરિયાણાના ખેડુતો ૫૦૦ ટ્રેકટર-ટ્રોલીઓ સાથે કુંડળી પહોંચ્યા હતાં અને લગભગ બે કલાક લંગર પછી તરત જ ખેડુતોની ટુકડીઓ સરઘસના રૂપમાં રવાના થઇ હતી યુનાઈટેડ કિસાન મોરચાએ ગુરુવારે સરકાર સાથે સંમત થયા બાદ આંદોલન સ્થગીત કરવાની જોહેરાત કરી હતી જો કે ટીકરી બોર્ડરથી આંદોલન સમેટી ઘરે પરત ફરતા સમયે પંજોબના ૨ ખેડૂતનાં અકસ્માતમાં મોત થયાં છે. હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે-૯ પર શનિવારે વહેલી સવારે ૭ વાગ્યે ખેડૂતોની ટ્રોલીને ટ્રકે અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં પંજોબના મુક્તસર સાહિબ નિવાસી ખેડૂત સુખવિંદર અને અજયપ્રીતનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૫ ખેડૂત ઈજોગ્રસ્ત થયા છે, જેમાંથી ૨ને હોસ્પિટલ ખેસેડાયા છે.
સંયુક્ત કિસાન મોરચાએ હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ રાવત અને અન્ય સેનાના અધિકારીઓનાં મૃત્યુને કારણે ખેડૂતોએ જીતની ઉજવણી કરી નહોતી, પરંતુ આજે ૧૧ ડિસેમ્બરે બોર્ડર પરથી ઘરે જતાં પહેલા કિસાન ‘વિજય દિવસ’ મનાવી રહ્યા છે. ઘરે પાછા જતાં પહેલાં બોર્ડર પર જ ખેડૂતો દ્વારા ‘વિજયરેલી’ યોજી હતી. ખેડૂત નેતા કહી રહ્યા છે કે આજે દરેક ખેડૂત પોતાનું માથું ઊંચું કરીને પંજોબમાં પ્રવેશ કરશે, સન્માન સાથે ઘરે પહોંચશે. રસ્તામાં અનેક જગ્યાએ ખેડૂતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.૨૬ જોન્યુઆરી બાદ પ્રથમ વખત એવું બન્યું, જ્યારે દેશના રસ્તા પર ફરી એક વખત ટ્રેકટરોની લાંબી લાઇન જોવા મળી છે. આ જીતની ઉજવણીની તૈયારી શીખ પરંપરા મુજબ શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સાથે ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી છે.રાજો-મહારાજોની જેમ ખેડૂતોની આગળ ઘોડાગાડીનો કાફલો અને ખેડૂતોનો મોટો કાફલો ચાલી રહ્યો હતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરોની અવરજવરને કારણે ટ્રાફિકજોમ પણ થયો હતો. ઘરે જઇ રહેલા ખેડૂતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક સ્થળે ડ્રોન દ્વારા ખેડૂતો પર ફુલ વરસાવવામાં આવ્યા હતા. રસ્તામાં ખેડૂતો માટે પકવાન પણ બનાવવામાં આવ્યા હતાં ખેડૂતો માટે ખીર, હલવો, પૂરી, જલેબી અને શાક-રોટલી બનાવવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ પણ એમએસપીને લઈને ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યુ હતુ .જોકે સરકારે લેખિતમાં ખેડૂતોની એમએસપી સહિતની પાંચ માંગણીઓ માની લીધી હોવાથી ખેડૂતોએ આંદોલન ખતમ કરવાની જોહેરાત કરી હતી.સરકારે ખેડૂતોને પત્ર લખીને તેમાં કહ્યુ છે કે, એમએસપી પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે.ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પત્રમાં સરકારે કહ્યુ છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે.સબંધિત રાજ્ય સરકારોએ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવા માટે પણ સંમતિ આપી દીધી છે.
સરકારે પત્રમાં આગળ કહ્યુ હતુ કે, સંસદમાં રજૂ થનારા વીજ બિલમાં ખેડૂતો પર અસર કરે તેવી જોગવાઈઓ પર પહેલા ખેડૂતો સાથે અને બીજો સબંધિત પક્ષો સાથે ચર્ચા થશે અને એ પછી જ બિલ સંસદમાં રજૂ કરાશે. સરકારે પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, પરાળી સળગાવવાના મામલામાં ખેડૂતો સામે કોઈ પણ જોતની કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે.આમ ખેડૂતોની જે પાંચ માંગણીઓ છે તેનુ સમાધાન કરવામાંઆવ્યુ છે ત્યારે હવે આ આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.સરકાર ખેડૂતોને અનુરોધ કરે છે કે, આંદોલન પુરુ કરવામાં આવે.