ઓડિશાના કામાગાંવ ઉચ્ચ માધ્યમિક શાળાના એક વિદ્યાર્થીએ પોતાના ૨૦ મિત્રોનો જીવ એટલા માટે મુશ્કેલીમાં મુક્યો. કારણકે આ વિદ્યાર્થી ઈચ્છતો હતો કે તેની શાળામાં રજો પડે. પ્રિન્સિપાલ પ્રેમાનંદ પટેલે જણાવ્યું કે આ આરોપી વિદ્યાર્થીએ પોતાની હોસ્ટેલના ૨૦ મિત્રોને આ બોટલમાંથી પાણી પીવડાવ્યું જેમાં ઝેરી કીટનાશકવાળું ભેળવેલુ પાણી ભરેલુ હતુ.
જેનાથી વિદ્યાર્થીઓને ઉલ્ટી અને તબિયત ખરાબ થવાની ફરિયાદો ઉભી થઇ. જોકે, અત્યારે સારવાર બાદ દરેક લોકો મુશ્કેલીમાંથી બહાર આવી ગયા છે. પ્રિન્સિપાલે જણાવ્યું કે ૧૬ વર્ષના આર્ટસ વિષયના આરોપી વિદ્યાર્થીને આશા હતી કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યાં બાદ લોકડાઉન થશે અને શાળાઓ બંધ થઇ જશે. જ્યારે આવુ ના થયુ તો તેણે આ ઘાતક પગલું ઉઠાવ્યું. હોસ્પિટલમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ માંગણી કરી હતી કે આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ એફઆઈઆર નોંધાય. પરંતુ નાની ઉંમરના કારણે કેસ નોંધાયો નહીં. વિદ્યાર્થીને થોડા દિવસ માટે શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આ ઘટનાક્રમ પર માહિતી આપતા શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શાળાના હોસ્ટેલમાં રહેતો આરોપી વિદ્યાર્થી ગમે તે રીતે પોતાના ઘરે જવા માંગતો હતો. વિદ્યાર્થીને આશા હતી કે ઓમિક્રોન આવ્યાં બાદ એક વખત ફરીથી શાળા બંધ થઇ જશે. જ્યારે આવુ ના થયુ તો તે પરેશાન થયો અને ત્યારબાદ તેણે બગીચામાં ઉપયોગમાં લેવાતુ કીટનાશકને પાણીમાં મિલાવી દીધુ હતુ અને આ પાણી વિદ્યાર્થીઓને પીવા માટે આપી દીધુ હતુ.
સૌથી પહેલાં ૧૧મી ધોરણના બે વિદ્યાર્થીઓએ ઉલ્ટીની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ ઘણાં વિદ્યાર્થીઓને આવુ થયુ.