ટાટા ગ્રુપની પરોપકારી સંસ્થા, ટાટા ટ્રસ્ટ્‌સમાં આંતરિક સંઘર્ષ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને તેમના  નજીકના ગણાતા બે અન્ય ટ્રસ્ટીઓએ સ્વર્ગસ્થ રતન ટાટાના નજીકના સહયોગી અને એક અગ્રણી ઉદ્યોગપતિ મેહલી મીસ્ત્રીની ટ્રસ્ટી તરીકે પુનઃનિયુકતી અવરોધિત કરી છે. પીટીઆઈ અનુસાર, આ અણધાર્યું વિભાજન ટ્રસ્ટમાં સર્વસંમતિ આધારિત નિર્ણય લેવાની તાજેતરની પરંપરાથી સ્પષ્ટ વિદાય દર્શાવે છે. ગયા વર્ષે રતન ટાટાના મૃત્યુ પછી નોએલ ટાટાને ટ્રસ્ટનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ફરી નિમણૂક અટકાવનારાઓઃ ચેરમેન નોએલ ટાટા અને બે અન્ય ટ્રસ્ટીઓ (જેમના નામ અજાણ્યા છે).ફરી નિમણૂકને ટેકો આપનારાઓઃ મેહલી મીસ્ત્રી નજીકના ગણાતા અન્ય ત્રણ ટ્રસ્ટીઓ – સિટીબેંક ઈન્ડીયાના ભૂતપૂર્વ સીઈઓ પ્રમિત ઝવેરી, મુંબઈના વકીલ ડેરિયસ ખંભટ્ટા અને પુણેના દાનવીર જહાંગીર એચ.સી. જહાંગીર.ટાટા ટ્રસ્ટ્‌સમાં નોએલ ટાટા અને મેહલી મિસ્ત્રીને બે મુખ્ય શકતીકેન્દ્રો માનવામાં આવે છે. આ સંસ્થા ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની ટાટા સન્સમાં ૬૬% ના બહુમતી હિસ્સાનું નિયંત્રણ કરે છે, જે આ વિવાદને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.આ આંતરિક ઝઘડાના પ્રથમ સ્પષ્ટ સંકેત સપ્ટેમ્બર ૨૦૨૫ માં દેખાયા, જ્યારે મિસ્ત્રી અને તેમના ત્રણ સહાયક ટ્રસ્ટીઓએ સર્વાનુમતે વિજય સિંહને ટાટા ટ્રસ્ટના બોર્ડમાંથી દૂર કરવાનો ઠરાવ પસાર કર્યો. જાકે, ટીવીએસ મોટરના ચેરમેન એમેરિટસ વેણુ શ્રીનિવાસનને ત્યારબાદ સર્વાનુમતે આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.મેહલી મીસ્ત્રી તેમના આગામી પગલા અંગે મૌન રહ્યા છે, પરંતુ સંભવ છે કે તેઓ આ નિર્ણયને કાયદેસર રીતે પડકારી શકે છે. મીસ્ત્રીદલીલ કરી શકે છે કે આજીવન માટે બધા ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો નિર્ણય ઓક્ટોબર ૨૦૨૪ માં રતન ટાટા અને દોરાબજી ટાટા ટ્રસ્ટની સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો હતો.ટાટા ટ્રસ્ટ્‌સે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. સૂત્રો કહે છે કે જા કોઈ ટ્રસ્ટી તેમના વચનનું ઉલ્લંઘન કરે છે, તો તે ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા તમામ અગાઉના નિર્ણયોની સમીક્ષા તરફ દોરી શકે છે. આમાં નોએલ ટાટાને ટાટા સન્સ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય શામેલ છે. ૧૫૬ વર્ષ જૂનું ટાટા ગ્રુપ, જેમાં ૩૦ લિસ્ટેડ કંપનીઓ સહિત આશરે ૪૦૦ કંપનીઓનો સમાવેશ થાય છે, તે ભારતીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરકારે પણ હસ્તક્ષેપ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી છે. સરકારે બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે કે આ આંતરિક વિવાદ જાહેર ન થાય અને જૂથની આર્થિક ભૂમિકા પર નકારાત્મક અસર ન પડે.